________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધર્મ
૩૫૭ મારા ભક્તોને ધર્મયુદ્ધ કરવામાં સ્વર્ગસિદ્ધિ મળે છે. તેઓને હું અનેકરૂપથી દર્શન આપી સહાય કરું છું. મારા નામના જાપની સાથે ધર્મયુદ્ધાદિક કર્મો કરવા છતાં તે સ્વર્ગ યાને વિકંઠને પામે છે. તેઓની સાથે પ્રકૃતિદેવી અનુકૂલપણે વર્તે છે. પ્રિય બધુ નંદિવર્ધન ! ધર્મયુદ્ધના નિયમને મારા ભક્તો દેશકાલાનુસાર ગ્ય રીતે પ્રગટાવે છે. નંદિવર્ધન! સર્વ પ્રકારની નીતિઓથી રાજ્ય કરો. સર્વ મનુષ્ય, પશુઓ અને પંખીઓ વગેરેમાં મારું સ્વરૂપ છે એમ અનુભવી રાજ્ય કરે. વ્યસનથી દૂર રહી રાજ્ય કરો. રાજ્ય કરવું એ એક જાતની મારી વિરાટ પ્રભુસ્વરૂપની સેવા છે, એવું જાણીને સત્ય પ્રેમભક્તિથી રાજ્ય કરો. સર્વ પ્રકારની પ્રજાઓને પિતાના આત્મસમાન તથા મારા સ્વરૂપવાળી ગણી તેઓની સેવારૂપ રાજ્ય કરે.
ધર્મયુદ્ધ વખતે મારા ભક્તોએ મૃત્યુનો અંશમાત્ર ભય ન ગણવે. મારા ભક્તોએ પરસ્પર સંપ રાખો અને સર્વ જાતનાં વેરઝેર ભૂલીને અક્ય કરવું. તેમણે મારા ભક્તોમાં મારું સ્વરૂપ જેવું. તે પ્રસંગે દેહભાનને ભૂલી ફક્ત એક મારામાં ચિત્ત પરોવી ધર્મયુદ્ધ કરવું. એવા ધર્મયુદ્ધ કરનારાઓની વિજળીવેગે પ્રગતિ થાય છે અને તેઓના આત્માઓ જલદીથી અનેક અવતારે કરી આત્મશક્તિઓને પૂર્ણ વિકાસ કરે છે. ધર્મયુદ્ધ કરનારાઓએ અપ્રમત્તપણે સર્વ પ્રકારની યુદ્ધકળાઓની જનાઓથી યુદ્ધ કરવું. મારા માટે જીવવું અને મારા માટે મરવું એ જેને નિશ્ચય છે તે મારે ભક્ત છે. તેવા ભક્તોની સર્વ પ્રવૃતિઓ ધર્માર્થે થાય છે.
ધર્મયુદ્ધ પ્રસંગે ત્યાગી અને ગૃહસ્થ ગુરુઓના સંઘ, ચતુર્વિધ સંઘ, રાજા અને મહાજને, ક્ષાત્રવર્ગે ભેગા થઈ ધર્મયુદ્ધ કરવાને નિશ્ચય કરે અને તેને સર્વત્ર ઘોષ કરી ધર્મયુદ્ધપ્રસંગે તે તે કાળદેશના અનુસાર સર્વ પ્રકારની કલાયુક્તિઓને કામે
For Private And Personal Use Only