________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
અધ્યાત્મ મહાવીર ખાવાપીવા વગેરેની મદદ કરવી તથા તેઓએ પણ પતિ સાથે યુદ્ધમાં સામેલ રહેવું. સગર્ભા સ્ત્રી, બાળકવાળી માતા, વૃદ્ધ સ્ત્રી તથા કન્યાએ ધર્મયુદ્ધમાં ઊતરવું નહીં, પરંતુ ધર્મયુદ્ધની સામગ્રી તૈયાર કરવામાં સહાય કરવી.
અન્ય ધર્મવાળાઓ જ્યારે ધર્મના બહાને અગર બીજી રીતે જૈનધર્મીઓની શક્તિ ઘટાડવા પ્રયત્ન કરે ત્યારે ધર્મયુદ્ધ કરવું. દેશકાલાનુસારે વિદ્યમાન સર્વ પ્રકારનાં યુદ્ધશસ્ત્રો વગેરેને ઉપગ કરવો. ધર્મયુદ્ધમાં પ્રવેશનારા સર્વ જૈનોએ યુદ્ધના પ્રારંભે મારી પ્રાર્થના કરવી તથા મારા નામનો જયઘોષ કરે. ધર્મયુદ્ધપ્રસંગે ત્યાગી ઋષિઓ, મુનિઓ, આચાર્યો વગેરેએ તથા ગૃહસ્થ બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ધોએ સર્વ પ્રકારના ભેદભાવને પરિહરી શત્રુઓ સાથે લડવા તૈયાર થવું.
વેદાદિક શાસ્ત્રોને માનનારા તથા પરબ્રહ્મ એવા મારાં હરિ, હર, કૃષ્ણ, રામાદિક નામને જયનારા પરંતુ તે સર્વ નામે મારાં છે એવું જાણનારા મારા રાગી ભક્તોએ આર્ય એવા જૈનધર્મના રક્ષણ માટે ધર્મયુદ્ધ કરવામાં પરસ્પર ફાટફૂટ ન કરવી અને શત્રુઓના પક્ષમાં કદી ન ભળવું. જે શત્રુઓ શરણે આવે તેઓને મારા ભક્તો બનાવવા અને તેઓ ભક્તો બનવા નાખુશી બતાવે તે તેઓને પાછા યુદ્ધ ન કરે અને સલાહસંપથી વ ઈત્યાદિક ગ્ય શોંથી છેડવા.
ધર્મ યુદ્ધપ્રસંગે મારા સર્વ પ્રકારના ભક્તોએ મરવા તૈયાર થઈ જવું. એમણે જૈનોનું, જંગમસ્થાવર જૈનતીર્થોનું તથા પિતાની વ્યાવહારિક સર્વ શક્તિઓનું રક્ષણ કરવું. ધર્મયુદ્ધપ્રસંગે બાળક, સ્ત્રી, સગર્ભા સ્ત્રી, વૃદ્ધ વગેરે નિર્દોને નાશ ન કરવો, પરંતુ શત્રુ તરફથી જેઓ કેઈપણ પ્રકારને ભાગ લેતા હોય તેઓને ચોગ્ય શિક્ષા આપવી અને વ્યવસ્થિત બળયુક્તિથી ધર્મયુદ્ધ કરવું.
For Private And Personal Use Only