________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૪
અધ્યાત્મ મહાવીર
પ્રકાશ કરે છે અને ચક્રવતી જેવા રાજાઓને અને દેવોને પણ સત્ય જણાવે છે. તેઓ કોઈની સ્પૃહા, રાખતા નથી, તેથી તેઓ દેવ અને રાજાઓને સદા પૂજવા ગ્ય બને છે.
“સર્વ પ્રકારના દેવ, દેવીઓ તથા રાજાઓ વગેરે ત્યાગીઓ, ત્રષિઓ અને મુનિઓને નમે છે, વંદે છે અને પૂજે છે અને તેઓની આજ્ઞા પ્રમાણે વર્તે છે. ત્યાગીએ મારું હૃદય તથા મસ્તક છે. તેઓના નાશથી વિશ્વમાં કે ઈપણ ધર્મ જીવી શકતો નથી. ત્યાગી લેકને સર્વ ગૃહસ્થાએ નમન કરવું તથા તેઓનું પૂજન કરવું. ત્યાગીઓ જીવતા ભાવેદે છે. તેઓનાં શરીરરૂપ દેવામાં તેઓ જીવતા મહાવીરરૂપ બને છે. ગૃહસ્થને તે સર્વ પ્રકારને બેધ, જ્ઞાન, શિક્ષણ આપે છે. ત્યાગી ઋષિએ એ વિશ્વના ખરા સેવકે છે. તેઓનું રક્ષણ કરનારા ગહસ્થ મારા ખરા ભક્તો છે.
મારા ભક્ત ત્યાગીઓમાં પૂર્ણ શુદ્ધ પ્રેમ હોય છે. તેમાં રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણના વિચારે જે હોય તો તે વિશુદ્ધ બનેલા હોય છે. તેથી તે મારા ભક્તોને ઉચ્ચ અવતાર લેવામાં સહાયકારક થાય છે. ત્યાગીઓને ત્રિગુણાત્મક પ્રકૃતિદેવી અનુકૂલ રીતે વર્તે છે. મારા ભક્ત ગૃહસ્થને પણ ત્રિગુણાત્મક પ્રકૃતિકર્મદેવી અનુકૂલ વર્તે છે. તે મારા દર્શન કરનાર ભક્તોની દષ્ટિ આગળથી પોતાના માયિક પડદાઓને દૂર કરે છે. જેમ જેમ ત્યાગીઓ સાત્વિક અને ઉચ્ચ બનતા જાય છે, તેમ તેમ જ્ઞાની આગળ રહેલા પડદાઓ દૂર થતા જાય છે અને તેથી તેઓ છેવટનું કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થને પણ સાત્વિક ગુણ પ્રાપ્ત થતાં કર્મરૂપ માયાનાં આવરણે ટળે છે. તેથી તેઓ પણ સિદ્ધ બને છે.
આખી દુનિયાના ધર્મસંબંધી રાજાઓ ખરેખર ત્યાગીઓ છે. તેઓને ગુણકર્મથી યુક્ત ગૃહસ્થ ગુરુ બ્રાહ્મણે પોતાના ગુરુ તરીકે પૂજ્ય માની પૂજે છે, વંદે છે, નમે છે. માટે એ પ્રમાણે ત્યાગીઓની મહત્તા, પૂજ્યતા જાણવી.”
For Private And Personal Use Only