________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગધર્મનું જીવનમાં સ્થાન
૩૫૩
કેટલાક ગૃહસ્થાશ્રમમાં સેવા, ભક્તિ, જ્ઞાન, કમગથી પાકે છે. નંદિવર્ધન ! તમે ગૃહસ્થાવાસમાં પત્ની સાથે રાજ્યકર્મ કરે. શુદ્ધ પ્રેમરૂપ ભક્તિમાં વૈરાગ્ય હોય છે. માટે તે વડે પ્રભુમય જીવન ગાળી અને રાજ્યકર્મ કરવારૂપ ધર્મને ધારણ કરે.”
નંદિવર્ધનઃ “પ્રભો ! આપનાં વચન શ્રવણ કર્યા. ગૃહસ્થાશ્રમ કરતાં ત્યાગાશ્રમના ત્યાગીએ ઉત્તમ પૂજ્ય કઈ રીતે છે તે જણાવશે.”
પ્રભુ મહાવીર ઃ “સેવાધર્મ માટે, ત્યાગ માટે અને જ્ઞાનયોગ માટે ત્યાગાશ્રમ ઉત્તમ છે. ત્યાગીઓ પરમાર્થ જીવન ગાળે છે. તેઓ અહર્નિશ પરમાર્થનાં જેટલાં કર્મો કરે છે, તેટલાં પરમાર્થ બુદ્ધિથી ગૃહસ્થ કરી શકતા નથી. ત્યાગીઓ સર્વસ્વ ત્યાગ કરીને મારી ભક્તિમાં, મારા ધ્યાનમાં તથા વિશ્વના જીવોની તરતમાગે સેવા કરવા માટે જીવે છે. તેઓને દેહાધ્યાસ હેતો નથી. તેથી તેઓ ગૃહસ્થને મન, વાણ, કાયા વડે અનેક પ્રકારના ઉપકાર કરે છે.
તેઓ વિશુદ્ધ, દિવ્ય અને સત્ય પ્રેમસાગરની મૂતિઓરૂપ બનેલા હોય છે. તેથી તેઓ આત્મવત્ વિશ્વના ને ચાહે છે, તેઓ જે કાળે જે કરવાનું ચગ્ય લાગે છે તે કરે છે અને જે ચગ્ય નથી લાગતું તે કરતા નથી. તેઓ મારામાં મસ્ત હોય છે. તેઓ દેશ, સમાજ, સંઘ, રાજ્યાદિ સર્વ ધર્મ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેથી તેઓ ગૃહસ્થ વડે પૂજાય છે અને ગૃહસ્થ કરતાં ઉત્તમ થાય છે. તેથી ગૃહસ્થ લેકે અનાદિકાળથી ત્યાગીઓને પૂજે છે અને તેમનું અપમાન થાય એવી કેઈપણ પ્રવૃત્તિ કદાપિ સેવતા નથી. ગૃહસ્થ મનુષ્ય ગૃહસ્થાવાસની મર્યાદા પ્રમાણે પારમાર્થિક કાર્યો કરે છે અને ત્યાગી, ઋષિ, મુનિ, મહાત્માઓ તો વિશ્વવતી સર્વ મનુષ્યને પોતાના કુટુંબરૂપ અને પિતાને એક આત્મારૂપ ગણતા હોવાથી તેઓને કુટુંબ કે જ્ઞાતિનું બંધન હોતું નથી. તેથી તેઓ સર્વથા પ્રકારે મન-વાણુ–કાયાવડે ઉપકાર કરે છે. તેઓ નિસ્પૃહ તથા અપ્રતિબદ્ધ હોવાથી નિર્ભયપણે સત્યને
For Private And Personal Use Only