________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
અધ્યાત્મ મહાવીર
કદાપિ કેટલાક ગૃહસ્થ ત્યાગાશ્રમ સ્વીકારે છે, પરંતુ તેઓ જે અધિકારરહિત તથા તેથી નહીં પાકવાના હોય છે તો તેઓ પાછા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે.
અતિથિઓની સેવા કરવા માટે અને પુરુષવેદાદિ કર્મોને નિયમિત દશામાં રહી પકવવા માટે ગૃહસ્થાશ્રમની જરૂર છે. ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગાશ્રમધર્મ મહાન છે. ત્યાગધર્મનાં દ્વાર બંધ થાય છે અને ગૃહસ્થાશ્રમ ધર્મમાં મલિનતા થાય છે, ત્યારે ગૃહસ્થોને બધ દેવા માટે ત્યાગીઓની જરૂર પડે છે.
નંદિવર્ધન ! તમે પિતાની પેઠે રાજ્ય ચલાવે, નીતિ વડે પ્રજાઓનું શાસન કરે, દુષ્ટ રાજેથી આર્ય રાજ્યનું રક્ષણ કરે, પ્રજાના સેવક તરીકે વર્તી રાજય કરો. મારા ભક્ત દ્ધાઓ ધમ્ય યુદ્ધમાં મરણ પામીને સ્વર્ગ અને સિદ્ધનાં સુખ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં અલ્પ દેષ અને મહા ધર્મલાભની દષ્ટિએ વર્તવું. ગૃહસ્થાશ્રમની અને ત્યાગાશ્રમની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે હિંસાદિ દે રહ્યા હોય છે. અગ્નિની સાથે ધુમાડે પ્રગટે છે તેમ સર્વ કર્મોની સાથે તરતમાગે દે પ્રકટે છે. માટે તે દેનું નિવારણ કરવું જોઈએ. ભકિત, સેવા, પ્રાર્થના, જ્ઞાન, પશ્ચાત્તાપ અને મારા ધ્યાનથી સર્વ દેને નાશ થાય છે. માટે સ્વાધિકારે કાર્યો કરવા જોઈએ. સ્વાધિકારે કર્મો કરવાથી કેઈ નિવૃત્ત થાય છે તે તમે ગુણરૂપ નિવૃત્તિ સમજવી. કર્મ કર્યા વિના કેઈ રહેતું નથી. ત્યાગાશ્રમમાં પણ ધમ્ય કર્મપ્રવૃત્તિઓ કરવી પડે છે અને તરતમાગે લાગેલા દેશે માટે આવશ્યક ધર્મકર્મ કરવાં પડે છે. ધ્યાનીઓ માનસિક પ્રવૃત્તિ કરે છે, પરંતુ કેઈપણ જાતની બાહ્ય-અન્તર પ્રવૃત્તિ વિના કેઈ રહી શકતું નથી, અને તે સ્વભાવે થયા કરે છે.
સમ્યકત્વવાળા જ્ઞાનીને ત્યાગી થવાની ઈચ્છા રહ્યા કરે છે, પરંતુ મેહાદિ આવરણ ટળે તે જ કેઈ ત્યાગી થાય છે. અને
For Private And Personal Use Only