________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
અધ્યાત્મ મહાવીર
તમને વિરાગ્ય થયે છે, ત્યાગ ગ્રહણ કરવાની તમારી ઈચ્છા થાય છે અને રાજ્યકાર્ય કરવામાં તમને કર્મને ભય લાગે છે. તેથી તમે રાજ્ય કરવાને ચગ્ય છો, એમ જાણવું. નીતિથી રાજય કરતાં કર્મને ભય નથી. તમને ભય છે તે સત્વગુણના અંશને છે. તેને પરિપાક કરવા માટે રાજ્યકાર્ય કરવા જોઈએ.
મારા પર પૂર્ણ રાગ અને અસત્ય જડ પદાર્થો પરથી રાગનો અભાવ તે જ વૈરાગ્ય અર્થાત્ શુદ્ધ રાગ, શુદ્ધ પ્રેમ જાણો. એવો પૂર્ણ શુદ્ધ પ્રેમ પ્રકટાવવા માટે તમે ગૃહાવાસમાં રહીને રાજ્ય કરે.
અસંખ્ય યોગે અર્થાત્ જ્ઞાન, દર્શન, કર્મ, ઉપાસના, ભક્તિ આદિ અનેક ઉપામાંથી ગમે તે માર્ગને અંગીકાર કરીને આત્મા સ્વયં પરમાત્મપદ પામે છે. તમે કર્મથી નિર્ભય બનીને રાજ્ય કરે. રાજ્ય કરવું એ એક પ્રકારની પ્રજાનું રક્ષણ કરવાની સેવા છે, અને સેવાધર્મથી તમારે આત્મા પરમાત્મદશાને પ્રાપ્ત કરશે. દુષ્ટ મનુષ્ય અને હિંસક પશુઓને ઉપદ્રવ દૂર કરી પ્રજાઓનું રક્ષણ કરવું અને તેમાં પ્રાણદિકને હેમ કરે તે ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય ધર્મનું પાલન કરવાથી તમારો ઉદ્ધાર થવાને છે. ક્ષત્રિય ધર્મ પ્રમાણે વર્તવું તે પણ ત્યાગધર્મ છે. સ્વાર્થ, મૃત્યુ, ભય અને દેહાધ્યાસ વગેરેને ત્યાગ કર્યા વિના ક્ષાત્રકર્મ કરી
શકાતાં નથી.
તમારા પૂર્વભવના સંસ્કાર રાજ્ય કરીને મુક્ત થવાના છે. સર્વ મનુષ્યને માટે મુક્ત થવાને એક જ માર્ગ હોતું નથી. તમે ક્ષાત્રધર્મ પ્રમાણે વર્તે અને ભક્તિમાર્ગથી આગળ વધે. ભક્તિથી ચારિત્રની તથા ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિના ગુણોની પ્રાપ્તિ થાય છે અને વિશુદ્ધ આત્મા સંપૂર્ણ જ્ઞાની અર્થાત્ સર્વજ્ઞ બને છે. આત્મજ્ઞાની રાજ્ય કરવા છતાં નિર્લેપ રહે છે. તે અનેક પ્રકારની
For Private And Personal Use Only