________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
અધ્યાત્મ મહાવીર
રાગ–ષાત્મક મનને કામણકોષમાં સમાવેશ થાય છે.
જ્ઞાન-દર્શન–આનંદાદિ અનંત ગુણધર્મોરૂપ આત્મા છે. આત્મા પાંચ શરીરથી મુક્ત અને સ્વતન્ન થાય છે ત્યારે તે પરમાત્મા બને છે. આત્મા જડ પ્રકૃતિરૂપ સૃષ્ટિમાં સ્વતંત્રપણે વિચરે છે, ત્યારે તે અનેક લબ્ધિયુક્ત ઈશ્વરાવતાર ગણાય છે. આવા લબ્ધિયુક્ત આત્મા જ્યારે રજોગુણ, તમે ગુણ તથા સત્ત્વગુણપ્રધાન હોય છે ત્યારે રજોગુણી, તમે ગુણ કે સત્વગુણી ઈશ્વર 'બને છે. કર્મપ્રકૃતિ પર પિતાનું જોર જે પ્રવર્તાવે છે તે ઈશ્વર બને છે. એ પ્રમાણે રજોગુણ, તમોગુણ અને સવગુણ ઈશ્વરે વિશ્વમાં થયા કરે છે અને કર્મ પ્રકૃતિના સંબંધથી મુક્ત થતાં સિદ્ધ પરમાત્મા થાય છે.
“રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણને સમાવેશ સૂક્ષ્મ શરીરમાં થાય છે. તે કાર્માણશરીરરૂપ કેષનાં બીજક છે. પ્રકૃતિને આત્માની સાથે અનાદિકાળથી સંબંધ છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણરૂપ કર્મપ્રકૃતિના સ્વરૂપને વર્ણવતાં તેને પાર આવી શકે તેમ નથી. સંસારમાં રહેલા સર્વ આત્માઓમાં ત્રણ ગુણરૂપ પ્રકૃતિ ગૌણ-મુખ્યતયા રહે છે. તેનાથી સર્વ સંસાર ચાલ્યા કરે છે.
“કર્મરૂપ પ્રકૃતિને કર્તા, હર્તા તથા ભેંકતા ખરેખર આત્માની અજ્ઞાન દષ્ટિ છે. અજ્ઞાનદષ્ટિ હોય છે ત્યાં સુધી આત્મા કર્મને કર્તા, હર્તા, ભોક્તા છે, આત્મદષ્ટિનો ઉદય થતાં કર્મપ્રકૃતિરૂપ સૃષ્ટિને કર્તા, હર્તા કે ભક્તા અન્તરમાં આત્મા રહેતું નથી. એવી શુદ્ધાત્મદષ્ટિ જાગતાં કર્મરૂપ પ્રકૃતિસૃષ્ટિનાં સુખદુઃખથી આત્મા ન્યારે થાય છે. તેને કર્મપ્રકૃતિસૃષ્ટિ સ્વપ્નવત લાગે છે, અને તેથી તે જડપ્રકૃતિરૂપ કર્મસૃષ્ટિમાં લેપાતું નથી કે મૂંઝાતું નથી. કર્મવિપાકે યાને પ્રારબ્ધ કર્મોના ભેગે, કે જે સુખદુઃખના દેવાવાળા છે, તેમાં તે સાક્ષીભૂત થઈને રહે છે. તેથી તે જ્ઞાની આત્મા મહાગી બને છે. તેને માતાપિતા વગેરે તરીકે ગણાતા
For Private And Personal Use Only