________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
અધ્યાત્મ મહાવીર
“જે દેવ અને દેવીઓ પરમબ્રા મહાવીર પ્રભુની ઉપાસના કરે છે અને શુદ્ધ પ્રેમથી મહાવીરમાં મન રાખી જીવે છે તેઓ કદી દુઃખ અને પરાભવને પ્રાપ્ત થતાં નથી. તેઓ મૃત્યુના ભયથી નિર્ભય રહે છે. પરબ્રહ્મ મહાવીર પ્રભુનું ધર્મસામ્રાજ્ય સર્વ વિશ્વમાં પ્રવર્તે છે. તેમના ધર્મના પ્રવર્તક મહાત્માઓ સર્વ દેશમાં અગુપ્ત તથા ગુપ્તપણે સર્વ કાળમાં ધર્મરાજ્ય ચલાવતા. વર્તે છે. દુનિયાના મધ્યભાગમાં જૈનધર્મ પ્રવર્તક મહાત્માઓ એક પછી એક પ્રગટતા જાય છે. તે કઈ જિલ્લા, દેશ કે પ્રાંતમાં રહે છે, છતાં એક મુખ્ય સ્થળે વૈકિય શરીર વડે ભેગા થાય છે. ત્યારે દરેક મહાત્માને જુદાં જુદાં કાર્યો સેંપવામાં આવે છે. તેઓ દુનિયામાં ધર્મીઓને સહાય આપે છે. મહાત્માઓની પેઠે વ્યંતર, ભુવનપતિ, તિષ અને વૈમાનિક દેવો પણ પરબ્રહ્મ મહાવીર પ્રભુની આજ્ઞા પામી જૈનધર્મની સેવામાં નિયત થયેલા છે. તેઓ દેશ અને જિલ્લાવાર ધર્મ પ્રવૃત્તિ કરે છે. ચોવીસ યક્ષે અને ચોવીસ યક્ષિણીઓ તથા સેળ મહાદેવી શ્રી મહાવીર પ્રભુની. આજ્ઞા પ્રમાણે ગુપ્ત પુસ્તક રાખે છે અને જે કાળે જે પ્રગટાવવાનાં હોય છે તે મહાત્માઓ મારફત પ્રગટાવે છે. જે પુસ્તક પ્રગટ છે તેના કરતાં ઘણું તે ગુપ્ત રાખે છે.
“શ્રી પરબ્રહ્મ મહાવીરના ધર્મ પ્રવર્તક જૈન મહાત્માઓ કલિયુગમાં અનેક વેશમાં અને અનેક બાહ્યાચારોમાં ફરશે. તેઓ ધ્યાનમાં પરબ્રહ્મ મહાવીર પ્રભુનું જ્ઞાન પામીને ગુપ્ત વિદ્યાઓને પ્રગટાવશે, કે જે વિદ્યાઓ, જ્ઞાન અને કૃતિએ પુસ્તકમાં લખેલાં નહીં હોય. તે પરંપરાએ પુસ્તકમાં પ્રગટ ન થાય તેવી રીતે જૈનધર્મના આધ્યાત્મિક, તત્ત્વજ્ઞાન સંબંધી, ગ, ભક્તિ અને કમમાર્ગોને લગતાં રહસ્યને દેશકાલાનુસારે પ્રવર્તાવશે.
શ્રી સિદ્ધાર્થ રાજન ! તમને પરબ્રા મહાવીર પ્રભુનાં દર્શન થયાં છે તથા તેમનું જ્ઞાન પામીને તમે કૃતકૃત્ય અને પરમ સુખી
For Private And Personal Use Only