________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ, મહાવીરને નામમહિમા
28, તે કરવામાં તન-મન-ધનાદિકનો ભેગ આપે છે અને તે કાર્યો કરતાં મરીને પણ જીવતા રહે છે.
“પરબ્રહ્મ મહાવીરના જૈન (બ્રાહ્મણાદિક સર્વ જાતિના લેકે), ત્રષિઓ, ત્યાગીએ જે વખતે દેશ, કેમ, રાજ્ય, સમાજ, સંઘ, ધર્મને ઉપયોગી જે જે વિચારો અને પ્રવૃત્તિઓરૂપ જૈનધર્મ કરવા લાયક હોય છે તે કરે છે અને તેમાં સર્વ શરીર, પ્રાણ વગેરેને સદુપગ કરે છે.
શ્રીમતી ત્રિશલા રાણું અને ભારતના સિદ્ધાર્થ રાજન્ ! તમે જન્મભૂમિ, વિશ્વ, દેશ, સમાજ, સંઘ, કુટુંબ વગેરેની ઉન્નતિ થાય તેવા કર્મો કરવામાં તથા સર્વ જીને પરબ્રહ્મ મહાવીર જેવા સત્તાએ ગણે તેઓની સેવા કરવામાં મૃત્યુને મહત્સવ સમાન માની દેશવીર, રાજ્યવીર, સમાજવીર, સંઘવીર, દાનવીર, ક્ષાત્રવીર અને ભક્તવીર બન્યા છો અને શ્રી ત્રિશલા દેવી વીરદેવી બની છે. તેથી તમે તમારા કર્તવ્યરૂપ બાહ્ય તથા આન્તર જૈનધર્મનું સારી રીતે આરાધન કર્યું છે.
અનાદિ-અનંત આત્મગુણપર્યાયરૂપ જૈનધર્મની આરાધના કરવામાં જે કાળે જે યોગ્ય લાગ્યું કે તમે કર્યું છે. તમે માતાપિતા તરીકેની ફરજ પૂર્ણપણે અદા કરી છે. તેથી તમારું મૃત્યુ મહોત્સવરૂપ છે. તમે સદ્ગતિ અવશ્ય પામશે, એમ પરબ્રહ્મ મહાવીર પ્રભુનું કથન છે.
“જે મનુષ્ય મહાવીર પ્રભુનાં નામ, રૂપ તથા સ્વરૂપના ભક્ત અનીને જીવતાં મરજીવા બને છે તેઓ આત્મવીરભાવે કદાપિ મરતા નથી. જેઓ પ્રભુ મહાવીરદેવે પ્રસ્થાપિત કરેલા સંઘ અને સમાજ માટે મરજીવા બની સંઘની સેવારૂપ જૈનધર્મની આરાધના કરે છે તેઓ દેહરૂપ અ પર ચઢીને વિશ્વકલ્યાણ કરવા છતાં મરતા નથી, તેઓ આત્મવીરદષ્ટિએ અમર છે.
For Private And Personal Use Only