________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેકટ
અધ્યાત્મ મહાવીર મહાવીરને માનસિક તથા વાચિક જાપ કરે છે તેઓને વિદ્યુતવેગે મહાવીર પ્રભુ તારે છે અને તેઓના આત્માને દુર્ગતિમાં પડવા દેતા નથી. મરતી વખતે પરબ્રહ્મ શ્રી મહાવીરના ભક્ત બેભાન બની વિકલ થઈ જાય, તે પણ તે મહાવીર પ્રભુના પદને પામે છે. મરતી વખતે શ્રી મહાવીરના ભક્ત ઋષિઓ, મુનિઓ, બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય, શુદ્ર દુઃખ પડે બૂમ પાડવા છતાં છેવટે મહાવીર બ્રહ્મને પામે છે. મરતી વખતે શ્રી મહાવીરના ભક્તો ત્રિદેવી થઈ જાય. તે પણ અન્તરમાં મહાવીર પ્રભુની પ્રેમ-શ્રદ્ધાનું બળ હેવાથી મનની વિકલતા છતાં સદ્ગતિને પામે છે, એમાં જરામાત્ર પણ સંશય નથી.
વીર વીર મહાવીર અરિહન્ત એ પ્રમાણે જાપ જપતે ગમે તેવો પાપી મનુષ્ય મૃત્યકાળે પ્રભુના સાકાર સ્વરૂપનાં દર્શન કરે છે, અને જ્ઞાની નિરાકાર પરબ્રહ્મ મહાવીર સ્વરૂપને અનુભવ કરે છે. શ્રી મહાવીર પ્રભુ પરબ્રહ્મ પ્રગટયા પછી પૂર્વે થઈ ગયેલા ઈશ્વરાવતારોનાં નામ દેવાની જરૂર નથી. શ્રી પરબ્રહ્મ મહાવીર પ્રભુ પ્રગટયા બાદ તેમનાં નામ, રૂપ તથા સ્વરૂપના સ્મરણથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં સર્વ દેશ અને સર્વ ખંડના નિવાસીઓની મુક્તિ થાય છે અને થશે. મેં શ્રી મહાવીર પ્રભુનું શરણ અંગીકાર કર્યું છે, તેથી મારા મૃત્યુ આદિ સર્વ ભય ટળ્યા છે.
“શ્રી ત્રિશલા માતા અને શ્રી સિદ્ધાર્થ રાજા ! શ્રી મહાવીર પરમાત્મા કહે છે તે પરમ સત્ય છે, એ તમે જાણો છો અને હવે વિશેષ પ્રકારે જાણે. તેઓ રાગદ્વેષથી કંઈ કહેતા નથી, પણ સત્યદષ્ટિએ સત્ય કહે છે. વિશ્વમાં જેટલા ભકતો ને જ્ઞાનીઓ અવતર્યા છે તે તેમને આશ્રય લઈ મુક્ત થવાના છે, તેઓની સગતિ થવાની છે.
પરબ્રહ્મ મહાવીર પ્રભુના ભક્તો મૃત્યુ આદિ સર્વ ભામાં નિર્ભય રહીને દેશ, કેમ, સમાજ, સંઘની ઉન્નતિને જૈનધર્મ જાણી
For Private And Personal Use Only