________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. મહાવીરને નામમહિમા
૩૩૭
અરિહંત-અહંન છે. તે જ શુદ્ધ જ્ઞાનરૂપ ચક્ષુ અને કપાલમાં પૂર્ણ સમતારૂપ ચન્દ્રને ધારણ કરનારા હોવાથી ત્રિનેત્ર-સદાશિવ છે, અને તે જ્ઞાનરૂપ સુષ્ટિ અથવા આત્માના ગુણેની સુષ્ટિના કર્તા હેવાથી બ્રહ્મા છે.
“હે વિશ્વમાતા ત્રિશલા ! એ પ્રમાણે જાણીને તમે તેમનું શરણ અંગીકાર કરે. હે વિશ્વપૂજ્ય સિદ્ધાર્થ રાજન ! તમે એક પરમાત્મા શ્રી મહાવીર છે એમ જાણે તેમનું શરણ અંગીકાર કરે. તમે તેમનું શરણ અંગીકાર કર્યું છે, તે પણ વિશેષ પ્રકારે મૃત્યુકાળે કરે. “મહાવીર વીર” એ પ્રમાણે જાપ જપતાં તથા છેવટે મનમાં જાપ જપતાં આત્મા શરીરના ગમે તે સ્થાનમાંથી અથવા સર્વ સ્થાનમાંથી જાય, પણ તે મહાવીરના સ્વરૂપને પામે છે.
“મહાવીર પ્રભુ અનંતગણુ દયાળુ છે. તે સર્વ જીવોનાં પાપ દૂર કરે છે. તેમને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી પ્રાર્થના કરતાં અને પાપકર્મોને પશ્ચાત્તાપ કરતાં તેઓ સર્વ જીવોનાં પાપને એક ક્ષણમાં નાશ કરે છે. શ્રી મહાવીર પ્રભુને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી જાપ તથા સ્મરણ કરતાં એટલાં બધાં પાપકર્મો ટળે છે કે એટલાં પાપ કરવાને દુનિયાના સર્વ જીવો પણ શક્તિમાન નથી. સૂર્યનાં કિરણોને પ્રકાશ થતાં જેમ અંધકાર નામશેષ થઈ જાય છે તેમ શ્રી મહાવીર પરબ્રહ્મનું સ્વરૂપ જાણીને તેમને શુદ્ધોપગે ભજતાં સર્વ કર્મને શ્વાચ્છવાસમાં ક્ષય થઈ જાય છે.
“મહાવીર પ્રભુ ખરેખર અધ્યાત્મદષ્ટિએ સર્વ જીવોના દિલમાં છે; ફકત ઉપયોગથી સંભારીને તેમના પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા પ્રકટાવવાં જોઈએ, કે જેથી પરબ્રહ્મ નિરાકાર શુદ્ધાત્મ મહાવીરરૂપનો હદયમાં સાક્ષાત્કાર થાય. જેઓ યુદ્ધમાં “મહાવીર મહાવીર” જપતાં મરે છે તે સ્વર્ગને અર્થાત્ વૈકુંઠને પામે છે. જે સ્ત્રીઓ, પુરુષે, બાળકો કે બાલિકાઓ મરતી વખતે “વીર વીર
For Private And Personal Use Only