________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અધ્યાત્મ મહાવીર
આન્દ્રિયના ભાનથી બેભાન થઈ જાય છે. તે વિશ્વમાં ગાંડા અને મૂઢ જેવા બની જાય છે. તેઓ રડે છે, કૂદે છે, નાચે છે; તે મલિન વેશ, મલિન વસ્તુથી બહારમાં દેખાવ આપે છે, તેથી તેઓને દુનિયાના અજ્ઞ મનુષ્ય ઓળખી શકતા નથી. તેઓ પરબ્રહ્મ સ્વરૂપ મારું ધ્યાન–ભજન કરે છે. તેઓને અવધૂત કરતાં પણ આગળની કોટિના સને જાણવા. એવા મારા પૂર્ણ પ્રેમી ગાંડા, મસ્ત સન્તો બહારથી સાવ ગાંડા જેવા ફરે છે. ખાવાપીવાનું પણ તેઓને ભાન રહેતું નથી. તેઓ મુખથી અનેક પ્રકારને બાળજીને ન સમજાય તેવું લવાર કરે છે. તેઓ દુનિયામાં બધ દેવા લાયક હેતા નથી. તેઓ મૃત્યુની સર્વ સંસ્કારવાળી વાસનાથી મુકત બની, દેહ છોડી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બને છે. તેવા મારા અવધૂત સન્ત ભક્તોની સેવાભક્તિ કરનારાઓ અકાલ અને પરબ્રહ્મરૂપ મારા પદને પામે છે.
“જેઓ મારા ભક્તોના મરણ વખતે તેમની સેવા કરે છે અને તેઓને મારું સ્મરણ કરાવે છે, તેઓ મૃત્યુથી નિર્ભય બની વ્યક્ત અમર બને છે. જેઓ મરતી વખતે પૂર્ણ પ્રેમ અને વિશ્વાસભાવથી મારા નામને સતત જાપ જપે છે તેઓ છેવટે ભરતી વખતે પાપથી મુક્ત અને નિર્ભય બને છે. તેમને કાળને બિલકુલ ભય રહેતો નથી. મૃત્યુકાળ આવે છે છતાં મારા ભકતો તે તેને પિતાનાથી કરેડે ગાઉ દૂર દેખે છે. તેઓનાં દિલમાં મારાં નામરૂપ તથા સ્વરૂપને યભાવે વાસ થવાથી તેઓ જન્માન્તર ગ્રહતાં ઉત્તમ અવતાર પામે છે.
“મારા નામરૂપના વૈરી બનેલાઓ પણ છેવટે પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી મારા નામનો ઉચ્ચાર કરીને પ્રાણ છેડે, તે તેમની સદ્ગતિ થાય છે. તેમને આત્મા કાચી બે ઘડીમાં પૂર્વના અશુદ્ધ પર્યાને ત્યાગ કરી અને કર્મ પ્રકૃતિએને પણ આત્માના વિકાસમાં અનુકૂળ કરી દે છે. એક ક્ષણ માટે પણ છેવટે મારી શ્રદ્ધા,
For Private And Personal Use Only