________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩૩,
છે. વૃક્ષો, મનુષ્ય વગેરે રાત્રિદિવસ વધે છે, પણ તે કેવી રીતે અને કેટલું વધે છે તે અને જાણી શક્તા નથી. તેમ મારા ભક્તો ક્ષણે ક્ષણે આત્મવીરના વિકાસમાં વૃદ્ધિ કરે છે અને તે માટે અન્ય શરીરો વગેરે સામગ્રી ગ્રહણ કરી વધે છે, પણ તેઓની ઉન્નતિને અશો. જાણી શક્તા નથી.
“આત્મા દ્રવ્યથી એક છે અને પર્યાયની અપેક્ષાએ અનેક છે. એવા અનંત આત્માઓ છે. સંસારી આત્માઓ અનંત છે અને મુક્ત તેમ જ સ્વતંત્ર આત્માઓ અનંત છે. અનંત આત્માઓની. સત્તા એકસરખી છે. તેથી અનંત આત્માઓને સંગ્રહનયસત્તાએ એકાત્મા, પરબ્રહ્મ મહાવીર તરીકે વિરાટ ભગવાન અવબોધવા, અને ભિન્ન ભિન્ન વ્યકિત તરીકે અનંત આત્માઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અનંત મહાવીર છે. એમ સર્વાત્માઓના. સમૂહની અનંત શકિતઓ અને અનંત પ્રકૃતિયુકત ધર્મો પણ મહાવીર તરીકે જાણીને જે આત્મમહાવીરને બાહ્યમાં તથા અન્તરમાં અનુભવે છે તે મૃત્યુને જીતે છે, અર્થાત્ મૃત્યુની પિલી પાર રહેલા સ્વાત્મવીરને પામી, સર્વ કર્મપ્રકૃતિઓ પર જય મેળવી અને પરમ જૈન બની, પરમ જિન બને છે.
મારો ઉપગ જેના હૃદયમાં તાજે છે, તેને મૃત્યુ નથી. જે મૃત્યુથી પેલી પાર પિતાના વીરાત્માને જાણે છે તે મરતો નથી, અને જે મરે છે તે શરીર, પ્રાણાદિરૂપ પુદ્ગલ જડ છે. શરીરાદિ પણ જડ પર્યાય પરિવર્તન છે. વસ્તુતઃ દ્રવ્યપણે જડ દ્રવ્ય પણ નિત્ય છે, તેથી તેને પણ નાશ થતો નથી. જે નાશ પામે છે તે ફકત ચેતન–જાના પર્યાનું રૂપાંતર છે, એમ જે અનુભવે છે તે નામરૂપના પર્યાનાં રૂપાંતરોમાં મેહ પામતો નથી. તે સર્વ પ્રકારનાં શરીરમાં વીંટાયેલા આત્મવીરને ભિન્ન દેખે છે અને તેથી તે શરીર બદલાતા પિતાને એક, સ્થિર, નિત્ય, અવિનાશીરૂપે દેખે છે. જે શુદ્ધાત્મવીરના બ્રહ્મભાવમાં મસ્ત બને છે, તે
For Private And Personal Use Only