________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
અધ્યાત્મ મહાવીર પગથિયે ચઢાવવામાં ઉપયોગી સાધન તરીકે પરિણમે છે.
“મારા ભક્તોને જે કાળે જે જે વિચારો આવે છે કે તેઓ જે જે આચરે છે, તે તે તેઓની ઉન્નતિ માટે નિર્માણ કરેલી ચિગભૂમિકાઓ છે એમ જાણવું. તે રજોગુણી, તમગુણ અને સત્ત્વગુણી કષા કરે છે, તે પણ તે તેમને માટે સાનુકૂલ સાધનરૂપ બને છે, પરંતુ તે જ કષાયે મારા પર અભક્તિ ધરાવનારાઓને બધકરૂપે પરિણમે છે. મારા ભક્ત તે જ છે કે જે ચૈતન્યવાદીઓ છે, પરંતુ જડવાદીઓ નથી. જેઓ મારા આસ્તિક છે તેઓ અન્તરમાં ઉચ્ચ થયા કરે છે. મારા ભકતની માનસિક, -વાચિક અને કાયિક પ્રવૃત્તિઓ મારી ભકિતથી તેઓની જે માર્ગોએ ઉન્નતિ થવાની છે તે માર્ગોમાં વહ્યા કરે છે. મારા ભક્તો ગમે તે જાતિવાળા, ગૃહસ્થ અગર ત્યાગીઓ હોય, તે પણ તે દેહ કે પ્રાણના વિચગથી ભય પામતા નથી, ઉદાસ થતા નથી. - “માતાજી અને પિતાજી ! તમારી સેવા કરી મારી ફરજ મેં અદા કરી છે. તેથી મને સંતોષ થયો છે. તમારી સેવા તે વિશ્વની સેવા છે. તમારાં જેવાં આદર્શ માતાપિતા આ વિશ્વમાં વિરલ છે. તમે ભક્તિથી આ હૃદયવાળા બની અને શુદ્ધતાને પામી તારક બન્યા છો.
“આત્મવીર દ્રષ્ટાઓ શરીર, વાણી, મન વગેરેને જડ તરીકે દેખે છે, અનુભવે છે. તેઓ શરીરાદિકથી જુદા પડવા માટે અંશમાત્ર પણ શેક કરતા નથી. તેઓ જેવી રીતે બાહ્ય વસ્તુઓનું ગ્રહણ તથા તેનો ત્યાગ કરે છે, તે જ પ્રમાણે શરીરનું ગ્રહણ તથા તેને ત્યાગ કરે છે. આત્મવીરનુભવીઓ અને મારા ભક્તજ્ઞાનીઓ મારા સ્વરૂપના ભક્તો અને સંત છે. તેઓ આગામી કાળની ઉન્નતિની દષ્ટિએ મૃત્યુને મહત્સવ માની આગળની અવતારષ્ટિને કરે છે અને પાછળની સુષ્ટિને સંહાર કરે છે. તેઓ શુદ્ધાત્મ મહાવીરભાવે પિતાની ભાવી અન્તરાત્માની ઉચ્ચ કેટિએ ચઢી પરમાત્મકટિમાં પ્રવેશ કરે
For Private And Personal Use Only