________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩ વિષમમાર્ગ પણ ઉચ્ચ માર્ગ છે. કમળ જેમ સૂર્યથી પ્રેમ બાંધીને એકેન્દ્રિય હોવા છતાં નિર્મલ અને નિર્લેપ રહે છે, તેમ મારા ભક્તો હજારે, અસંખ્ય ઉચ્ચ કે નીચ અવસ્થાઓમાં, મુક્તિનાં અસંખ્ય પગથિયાંઓમાંથી ગમે તે ઊંચા કે નીચા પગથિયે રહેવા. છતાં મારા શુદ્ધ, સત્ય અને નિશ્ચયરૂપ પ્રેમથી અંશે અંશે આગળ વધતાં સર્વાશે નિર્લેપ બને છે. તેઓની આગળ કર્મપ્રકૃતિઓની માયાનું જેર ચાલતું નથી. તેઓ મૃત્યકાળે પિતાના આત્માને. પૂર્ણ પ્રેમી અને નિર્ભય બનાવે છે. તેઓ મારામાં મન પરોવીને જીર્ણ વસ્ત્ર જેવા શરીરને ત્યાગ કરી આગળ ચઢવા જે શરીર નિર્માણ થયેલું છે તેને ગ્રહણ કરે છે. મારા ભક્તોને ત્રણે કાળમાં નાશ થતો નથી. તે અનેક શરીરરૂપ ઘડાઓ પર સવાર, બનીને અને મારા તરફ મુસાફરી કરી છેવટે મને પ્રાપ્ત કરે છે.
“મારા ભક્તોને દેહ-પ્રાણનું મૃત્યુ તે મહેસવ જેવું લાગે છે, કારણ કે તેઓને મારા પર પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ. હોય છે. જે માતાએ શ્રી ત્રિશલા માતાની પેઠે પિતપતાનાં પુત્ર. અને પુત્રીઓમાં મારે ભાવ અને મારે પ્રેમ દાખવી તેઓ પર વાત્સલ્ય ધારણ કરશે તેઓ મારી ભક્તિને તક્ષણ પ્રાપ્ત કરશે. જે પિતાએ શ્રી સિદ્ધાર્થ રાજાની પેઠે પિતાનાં સંતાન પર વાત્સલ્ય પ્રેમ ધારણ કરીને પિતાનાં પુત્ર અને પુત્રીઓ પર રાગ ધારણ કરશે તેઓ મારા પદને પામશે. તેવા મારા ભકતે જીવતી પ્રતિમાના પૂજકો તરીકે ગણાશે. તેઓ મૃત્યુકાળે આત્મારૂપ અકાલ વરનાં દર્શન કરી પરમાનન્ટપણે દેહનો ત્યાગ કરશે.
“બાહ્યથી તેઓ દૈહિક રેગાદિકનાં દુઃખ વેઠશે, પણ અન્તરમાં તેઓ છેવટે આત્મસુખનો અનુભવ કરશે. જેઓ પિતાના આત્માને મારા જેવો દેખે છે અને અનુભવે છે તેઓને દશાવિશેષે થનાર ક્રોધ, માન, માયા, લેભ વગેરે કષાયપ્રકૃતિ સાધનરૂપે અર્થાત્ આત્માઓને ઉચ્ચાવતારોમાં, દશાઓમાં, મુકિતના.
For Private And Personal Use Only