________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
મારા દેહત્યાગ પછી તારી ત્યાગી થવાની પ્રતિજ્ઞાને પાળી વિશ્વો દ્વારા કરજે. દુનિયાને સત્ય ત્યાગને માર્ગ બતાવવા ખાતર તારે ત્યાગી થવાનું છે. તારું કલ્યાણ થાઓ. તું સર્વ મંગલને પ્રાપ્ત કર.”
વર્ધમાન મહાવીર : “પુજ્ય તીર્થરૂપ પિતાજી અને માતાજી! તમને હું નમસ્કાર કરું છું અને પાયે પડું છું. તમે એ વાત્સલ્યભાવથી આત્માઓને ઉચ્ચ, શુદ્ધ અને વિકસિત કર્યા છે. અનેક ભવથી તમોએ કરેલી તપશ્ચર્યા ફળવતી થઈ છે અને એ રીતે. તમારે નિર્માણ થયેલ ઉદ્ધાર સિદ્ધ થયેલ છે.
માતાજી અને પિતાજી! તમારા આત્માઓ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી યુકત થયા છે. તમારા આત્માઓને વિકાસ ભક્તિમાર્ગની ઉચ્ચ દશાથી થયો છે. મુક્ત થવાના અસંખ્ય ઉપાય છે. તેમાંનો એક ઉપાય વાત્સલ્ય પણ છે. તમારામાં તે પ્રગટ અને તેથી તમે વિશુદ્ધ થયા છે. સંસારમાં અવતાર લેવાના. જેટલા હેતુઓ છે તે પ્રભુના ભક્તોને, જ્ઞાનીઓને, તેને, ગૃહસ્થાને અને ત્યાગીઓને મુક્તતા માટે ઉપયોગી થાય છે. શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ એ જ પિતાનું પણ સત્ય સ્વરૂપ છે એમ જેણે નિશ્ચય કર્યો તે આશ્રવના હેતુઓને સંવરરૂપે પરિણાવે છે. જે કાળમાં જડસુખની આસક્તિ ટળી તે કાળથી મનુષ્ય મારા ભક્ત બને છે. મારી કૃપા મેળવીને મનુષ્ય વિષયમાં રહ્યા છતાં અન્તરથી નિર્વિષય બને છે. જેઓ મને હૃદયમાં ધારણ કરે છે તેઓ સંસારમાં ગમે તેવી અવસ્થાવાળા હવા છતાં નિર્વિષય, નિલેપક અને નિરાસક્ત બને છે. મારા જે ભક્ત બન્યા તેની વિદ્યુતની ગતિ કરતાં વિશેષ તીવ્ર ઉલ્કાન્તિ થાય છે. તે જે માગે વહે છે તે તેના માટે નિર્માણ કરેલ. ઉત્કાન્તિમાર્ગ છે.
“દુનિયાના ડાહ્યા મનુષ્યના કે શાસ્ત્રવેત્તાઓના મનમાં કેઈ નીચ માર્ગ દેખાય, તે પણ મારા ભક્તોને માટે નિર્માણ થયેલ
For Private And Personal Use Only