________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૨૯
અમારી તથા તમારી માતાજીની બરાબર સેવા કરી છે. તેથી ‘તમારું કલ્યાણ થાઓ !”
શ્રી ત્રિશલાદેવી : “હૃદયમાં વસી રહેલા પુત્રરત્ન વર્ધમાન મહાવીર ! તારું કલ્યાણ થાઓ. મારી કૂખે પરબ્રહ્મ પરમાત્મારૂપ તું અવતર્યો. તારા પર સ્નેહસાગર પ્રગટાવીને મેં હૃદયમાં તને “તત્વમસિ” ભાવે ધારણ કર્યો છે. ઘણુ અવતારોમાં તારી કરેલી ભક્તિ વડે તેં મારા ઉદરમાં વાસ કરીને અને મારો પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવીને ભક્તિનો પૂર્ણાનન્દરસ ચખાડ્યો છે.
“બાલ્યાવસ્થાથી તારી મન, વાણી અને કાયારૂપ જે મૂર્તિ છે તે અનન્ત સત્વરૂપ પુણ્યથી ભરેલી મેં અનુભવી છે. તારી ભક્તિ કરવાનો સંપૂર્ણ લહાવો મેં લીધો છે. તારાં ભક્તિ-જ્ઞાનનાં વચનામૃતથી મારું મન તથા આત્મા પૂર્ણોલ્લાસ અનુભવે છે.
શ્રી પાર્શ્વનાથના સંતાનીય સાધુવર્ય શ્રી ગગઋષિના બોધથી અમને જૈનધર્મનું સ્વરૂપ અનુભવાયું છે. હે વીરે ! તને પરબ્રહ્મદેવ તરીકે અનુભવ્યો છે. તે સ્વાત્મરૂપ મહાવીર અંતરમાં અનુભવાય છે. દેવ અને ગુરુની ભક્તિ વિના લાખે કે કરોડ શાસ્ત્રોના અભ્યાસથી અથવા શ્રવણથી હૃદયમાં તું અનુભવાતે નથી. તારી માતા બનીને મેં સર્વ લહાવાએ લીધા છે તેથી હવે મારે કેઈની માતા બનવાનું રહ્યું નથી. વર્ધમાન વીર ! હવે મારે અલ્પ દિવસમાં શરીરનો ત્યાગ કરવો પડશે. સર્વ શરીરને લેવાં અને ત્યાગવાં એ જીર્ણ –નવીન વસ્ત્રના ત્યાગ-ગ્રહણની પિઠે છે. તેથી હવે જન્મ, જરા, મરણને ભય રહ્યો નથી. કેઈ વસ્તુ પર હવે આસક્તિ રહી નથી.
“તારું શુદ્ધ સ્વરૂપ મને અનુભવાય છે. તેથી નિજાત્મા પણ તે જ અનુભવાય છે. શરીર અને પ્રાણ ત્યાગ કરતાં આત્મા અમર અનુભવાય છે. આત્મરૂપ મહાવીર ત્રણ કાલમાં નિત્ય છે.
For Private And Personal Use Only