________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
અધ્યાત્મ મહાવીર
ત્રિજ્ઞાની છે. તમારા પરિચયથી આત્મજ્ઞાનની પકવતા થઈ છે. અમે શ્રી પાર્શ્વનાથના શિષ્યના શિષ્ય શ્રી મુનિચન્દ્રસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો છે. આપણી કુલપરંપરામાં ઘણી પિઢીઓથી જૈનધર્મ ચાલ્યા આવ્યા છે. શ્રી કેશિકુમાર ગણધર અને શ્રી મુનિચન્દ્રસૂરિજીના ઉપદેશથી અમારે ત્યાં તમારે અવતાર થવાનો છે તે જાણ્યું હતું. તે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા તરીકે તમારે અવતાર થયેલ છે. શ્રી ત્રિશલાદેવીનાં અને અમારાં ઘણા ભવનાં તપ કરેલાં ફળ્યાં કે તમારી ભક્તિ તથા જ્ઞાનની પ્રાપ્તિ થઈ તેથી અમે અંતરાત્મા બન્યા છીએ. તમારા સદુપદેશથી અમારે આત્મા ખીલ્યા છે અને જન્મ, જરા અને મરણથી આત્મા ભિન્ન અનુભવાયે છે–અકાલરૂપ આત્મા અનુભવી છે.
“શુદ્ધાત્મ મહાવીર ! તમે અસંખ્ય પ્રદેશમાં પ્રગટ થયેલા અનુભવાઓ છે. તમારા પર પૂર્ણ રાગથી ત્રિશલાદેવીને આત્મા પૂર્ણ પાક્યો છે અને સત્ત્વગુણરૂપ કાચની અંદર રહ્યો છતાં બહાર પ્રકાશિત થયેલ છે. તેમાં તમારી ભક્તિ અનુભવાઈ છે. હવે શરીર વસ્ત્રરૂપ ભાસે છે. દશ્ય જડ પદાર્થમાં આસક્તિ-વાસના રહી નથી. અજ્ઞાનભાવે મનાયેલા સર્વ શુભાશુભ પદાર્થોમાં હવે શુભ બુદ્ધિ કે અશુભ બુદ્ધિ થતી નથી.
સર્વ વિશ્વમાં સમભાવાત્મારૂપ શુદ્ધ જ્યોતિને અપક્ષ અનુભવ થાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરે તથા તેના હેતુભૂત કામણ શરીરમાં અમારું અહં–મમત્વ ટળી ગયું છે. શ્રી મહાવીર ! તમારા શુદ્ધાત્મ સહવાસથી હવે પરમાનન્દ અનુભવાય છે. તમે અમારી પાછળ સંસારને ઉદ્ધાર કરજે, સર્વાત્માઓની જાતિઓને પ્રકાશ કરજે. તમને તમારા તીર્થપ્રકાશના કાર્યમાં વિજય મળે! હવે અમે અલ્પ દિવસમાં સ્થૂળ ઔદારિક દેહનો ત્યાગ કરીશું. તમારું કલ્યાણ થાઓ ! તમે ત્યાગી બનીને સંસારમાં રહેલા સર્વ મનુષ્યને શુદ્ધાત્મ મહાવીરદશાને અનુભવ કરાવશે. તમે
For Private And Personal Use Only