________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાથ સ્વરૂપ
૩૭ તમને મહાવીરમય સઘળું દેખાય છે, તેથી તમે પરમ ભક્તિને પામ્યા છે. તમારા આત્માને ધન્યવાદ ઘટે છે. સિદ્ધાર્થરાજા પણ મહાવીર પ્રભુના સ્વરૂપને અનુભવી અન્તરાત્મા થયા છે. શ્રી યશોદાદેવી પૂર્ણ પ્રેમાવતારિણું પરબ્રહ્માણી બની છે. શ્રી મહાવીર પ્રભુ પરમાર્થ કાર્યો કરવામાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. ભક્ત લકે તેમના ઉપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રભુ મહાવીરદેવના પ્રેમીઓ મહાવીર પ્રભુની સર્વ ચેષ્ટાઓમાં અલૌકિક વીરાનન્દરસ અનુભવી રહ્યા છે. ભારત વગેરે સર્વ દેશમાં મહાવીર પ્રભુ યેયરૂપ થયા છે. ભક્તોને અને ભક્તાણીઓને મહાવીર પ્રભુનાં નામ-રૂપ-ગુણ વિના અન્ય કશું રુચતું નથી. મહાવીર પ્રભુના દર્શનથી લેકોને પરમાનન્દરસને અનુભવ થાય છે.
મહાવીર પરબ્રહ્મ છે. તે જ પરમ સત્ય છે. તેમાં જે પરમાસક્ત બને છે તે જડાસક્તિઓથી નિર્લેપ બને છે. જેઓ બાહ્યમાં અને હૃદયમાં પરબ્રહ્મ મહાવીરને સાકાર-નિરાકારરૂપે અનુભવ કરે છે તે જૈનો છે અને તેઓનાં મન,વાણી અને કાયાદિનાં સર્વ કર્મો તે જૈન ધર્મ છે, એમ જેઓ જાણે છે તે પરબ્રહ્મસ્વરૂપને હૃદયમાં પ્રગટાવે છે.
રજોગુણ, તમે ગુણ અને સર્વગુણથી પેલી પાર શુદ્ધાત્મપરબ્રા શ્રી મહાવીર પ્રભુને જાણી અને અનુભવી જેઓ મહાવીર પ્રભુના નામરૂપમાં લઘુબાલવત્ નિર્દોષ અને શુદ્ધ પ્રેમી બની મસ્ત બને છે. તેઓ અન્તરમાં મહાવીર બને છે. તેઓ જે કંઈ કરે છે તે મહાવીરધર્મરૂપ છે. જેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં યથેચ્છ વિચરે છે તેઓ સર્વ કર્મ કે અકર્મમાં સ્વતંત્ર છે. સચ્ચિદાનન્દ મહાવીરરૂપ સ્વાત્માને જેઓ અનુભવે છે તે સત્ય જૈનો છે. તેઓ
શ્રી યશદા-વીરને જાપ જપી અને સર્વ વાસનાઓને ક્ષય કરી યદા–વીરાત્મબ્રહ્મને પામે છે.”
સિદ્ધાર્થ: “જ્ઞાતપુત્ર મહાવીર ! તમે જન્મથી જ પરબ્રા
For Private And Personal Use Only