________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
અધ્યાત્મ મહાવીર “સર્વ જીવોને સ્વતંત્રતા અર્પવા શ્રી મહાવીર પ્રભુને જન્મ થયો છે. તેમના ઉપદેશથી મિથ્યા કર્મકાંડ વગેરેની નિવૃત્તિ થવા લાગી છે. સર્વ ઋષિઓ, બ્રાહ્મણે અને સર્વેશ્વરાવતારના સ્વામી પરબ્રહ્મ મહાવીરને દેખી અન્ય સર્વ સાધનમુક્ત બન્યા છે. તેઓ સાક્ષાત્ પરબ્રહ્મના સાકાર રૂપને પામી ધર્મશાસ્ત્રોના ઘોષથી મુક્ત બન્યા છે અને શ્રી મહાવીર પરબ્રહ્મની મન, વાણી અને કાયાથી ભક્તિ કરવા લાગ્યા છે. લાખ કરોડે વિદ્વાને, કે જે પશુઓના યજ્ઞો કરતા હતા, તેઓ પશુઓને મારવાનું બંધ કરી પશુઓની સેવારૂપ યજ્ઞ કરવા લાગ્યા છે.
“પ્રભુ મહાવીરનું શરણ કરોડ મનુષ્યએ સ્વીકાર્યું છે અને તેઓ પરબ્રહ્મ મહાવીરના પ્રેમી ભક્તો બન્યા છે. હું પણ શ્રી મહાવીરના પરમ ભક્ત બન્યો છું. એમના વિચારો એ જ અનંત વેદે છે. તેમની પરા, પયંતી, મધ્યમારૂપ વાણીના ગુણ વેદને તે તેમના હદયના ભક્તો અનભવી શકે છે અને વૈખરી વાણીના વેદમાંથી સત્ય તત્વને તેમના પ્રેમી ભક્તો ખેંચી શકે છે. આત્મજ્ઞાનરૂપ મહાવીરને પામ્યા પશ્ચાત્ હવે ઋષિઓ, બ્રાહ્મણે તથા ક્ષત્રિય અન્ય કશું ઈચ્છતા નથી.
તમારા બનેના નિર્વાણ બાદ શ્રી વિરપ્રભુ ગૃહાવાસથી દૂર થઈત્યાગી બની વિચરશે અને અન્ય લેકે ત્યાગી બને એવો ત્યાગાદશ જણાવીને સર્વ વિશ્વને પ્રબોધશે. તે મિથ્યા કર્મ. કાંડેને દૂર કરશે, અજ્ઞાનાંધકારને નાશ કરશે અને વિશ્વમાં સર્વત્ર પિતાની શક્તિઓને ફેલાવશે. તેઓ વિશ્વનું રાજ્ય કરશે નહીં, પણ સર્વ વિશ્વમાં ધર્મસામ્રાજ્ય, કે જે સત્ય સ્વરૂપમાં છે, તે પ્રવર્તાવશે.
“આપનું નિર્વાણ હવે એક વર્ષ પછી થશે. પ્રભુ મહાવીરના બંધથી તમારા આત્માઓ શુદ્ધ અન્તરાત્મા બન્યા છે. ત્રિશલા માતા! તમને શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ સ્નેહ છે.
For Private And Personal Use Only