________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદનું યથાર્થ સ્વરૂપ
૩૨૫
મસ્ત બનેલા ભક્તો તેઓને ચગ્ય લાગે છે અને રુચે છે તે રીતે આપને ભજે છે, પૂજે છે. તે જ તેમની વિધિ છે અને તે જ તેમનું કર્મકાંડ છે. તેઓ જે કંઈ મન, વાણી અને કાયાથી કરે છે તે આપની પૂજાભકિત છે.
આપના ભક્તોને પ્રથમ જે ભકિત પ્રગટે છે તે વ્યષ્ટિરૂપ, મર્યાદિત અને વ્યાપ્ય હોય છે. પશ્ચાત્ તે આપના શુદ્ધ પ્રેમને વ્યાપક બનાવીને અદ્વૈત શુદ્ધ પ્રેમમાં મસ્ત બની સર્વ વિશ્વને આયરૂપ દેખે છે. આમ, તે આપને એક તવ તરીકે સત્તાએ દેખી અને પરબ્રહ્મજ્ઞાની બની પૂર્ણ ચારિત્રી બને છે.” શ્રી વસિષ્ઠ આદિદ્વારા મહાવીરની સ્તુતિ અને ભક્તિનો મહિમા : - વસિષ્ઠ : “જગન્માતા ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજ! તમને નમસ્કાર થાવ.
“શુદ્ધ સાત્વિક પ્રકૃતિ-પુરુષરૂપ આપે છે. આપના પુત્ર તરીકે વિશ્વમાં પ્રખ્યાત થયેલ પરબ્રા મહાવીર પ્રભુએ વિશ્વને ઉદ્ધાર કરવા જેનધર્મને પ્રકાશ કર્યો છે. તેમના અનંત ગુણેથી સર્વ દુનિયા તેમની તરફ આકર્ષિત થઈ છે અને તેમની ભકિતમાં ગર્ગ, પારાશર, બૃહસ્પતિ, ભૃગુ, વાલ્મીક, કૂર્ય, ભરત, વ્યાસ, અંગિરા, મંડૂક, કૃષ્ણ, શુકલ, ઋક્, યજુ, સામ, ભારદ્વાજ, કૌડિન્ય, અગ્નિ, વાયુ, શુકદેવ, વ્યાડિ, અત્રિ વગેરે લાખેકરેડે કષિઓ તથા બ્રાહ્મણે મશગૂલ બન્યા છે.
શ્રેણિક, ચેટક, ઉદાયન, ચંડપ્રોત વગેરે ભારત દેશના રાજાએ શ્રી મહાવીરના શ્વાસોચ્છવાસમાં પિતાના શ્વાસોચ્છવાસને ધારે છે અને તેમની ઈચ્છા પ્રમાણે વર્તવામાં ભક્તિ માની જીવે છે. તેઓ દેશમાં સમાનતાએ સર્વ મનુષ્યનાં જીવનસૂત્રો ચલાવે છે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર કામમાં એકસરખી સ્વતંત્રતા, સમાનતા, રાજ્યસત્તા, ભોગતા પ્રવર્તાવે છે.
For Private And Personal Use Only