________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪
અધ્યાત્મ મહાવીર
તપનુષ્ઠાન કે કર્મકાંડ વગેરેની કંઈ પણ જરૂર નથી.
આપના નામરૂપ અને શુદ્ધાત્મસ્વરૂપને પ્રેમ એ જ તપ, જ્ઞાન અને ક્રિયારૂપ છે. એની પ્રાપ્તિથી આ૫ મળે છે એમ પૂર્ણ નિશ્ચય જેને થયે છે તે જૈન બ્રાહ્મણ ભક્ત છે. આપના નામરૂપમાં જેણે પોતાનાં નામરૂ પાદિનો લય કર્યો છે તે વિશ્વને સંહાર થાય તે પણ હણાતું નથી, કારણ કે તે આપના સ્વરૂપમય બન્યા હોય છે. આપને શુદ્ધ પ્રેમ તે જ જૈનધર્મ છે અને તે જ વેદને અને આગામોને સાર છે. તેથી પૂર્ણ પ્રેમથી આપને આશ્રય કર્યા પછી કંઈ કરવાનું બાકી રહેતું નથી.
આપનામાં હું પૂર્ણ પ્રેમથી સમાઈ છું, આપની પ્રેમભક્તિની સર્વ દશાએ મેં જોગવી છે અને તેથી હું પરબ્રહ્માણી જગદંબા બની છું. પરબ્રહ્મ આપના ભક્તો એ જ વિશ્વમાં ઈશ્વરાવતાર છે. તેઓની ચરણરજના સ્પર્શથી અભક્તોમાં ભક્તિભાવ જાગ્રત થાય છે. આપ ભક્તોને જે આપે છે તે કોઈ આપવા સમર્થ નથી.
“જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની ત્રિમૂર્તિ આપના પરબ્રહ્મ સ્વરૂપની ત્રણ મૂર્તિઓ યાને શક્તિઓ છે. આપના ભજનથી હરિ, હર, બ્રહ્માદિકની પણ મુક્તિ થાય છે. વિશ્વનાં સર્વ દેવ અને દેવીએ તે આપના એક અંશમાત્ર રૂપમાં સમાઈ જાય છે. એવા આપને જેઓ ભજે છે, પૂજે છે,
સ્તવે છે, તે આપને પ્રાપ્ત કરે છે. આપના પૂર્ણ બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જેઓ આપના શરીર અને નામને આશ્રય ગ્રહણ કરે છે તેઓ બાહ્યરૂપે આપનું સાકાર સ્વરૂપ અને અંતરમાં નિરાકાર સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
આપના પ્રેમી ભકતે આપને અમુક વિધિથી ભજવાની માથાકૂટમાં પડતા નથી. આપના નામરૂપ તથા શુદ્ધાત્મસ્વરૂપમાં
For Private And Personal Use Only