________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩ આપના નામનું ગાયન, કીર્તન કર્યા કરે છે. તેઓ આપના પ્રેમઘેલા બને છે. તેઓ નામવાસના, લેકવાસના અને શાસ્ત્રવાસનાને ત્યાગ કરીને આપની ભક્તિમાં દારૂ પીધેલાની પેઠે ચકચૂર બને છે. આપ પરબ્રહ્મને કઈ પુત્રભાવે, કઈ સખ્યભાવે, કઈ પતિ કે પ્રભુ ભાવે ધ્યાવે છે. જેની જેવી ભાવના હોય છે તેને તેવા ભાવે આપ મળે છો.
“દુનિયામાં માતાને પુત્ર પર, સ્ત્રીને પતિ પર અને મિત્રને મિત્ર પર જેટલે રાગ છે, તે સર્વ રાગ ભેગા કરીએ તેના કરતાં અનંતગણે શુદ્ધ રાગ આપના પર જ્યારે પ્રગટે છે ત્યારે ભક્તને આપની પ્રાપ્તિ થાય છે. ગુરુમાં આપને જે અનુભવે છે તે પૂર્ણ પ્રેમ પ્રગટાવે છે. પૂર્ણ પ્રેમથી આપને પૂર્ણ અનુભવ થાય છે. આપના નામનું સંકીર્તન, ગાયન કરતાં જેના રોમાંચ ખડા થાય છે અને ભાવાવેશમાં જે નાચે છે, કૂદે છે અને વ્યાવહારિક લજજા કે ભયને અંશમાત્ર પણ અનુભવ કરી શકતો નથી, આપનું બાલ્યાવસ્થાનું જીવનચરિત શ્રવણ કરી જેની આંખમાંથી અશ્રની ધારા છૂટે છે, આપના પ્રેમથી જે આકુળવ્યાકુળ બને છે, આપની જેને અનંતગણું તરસ તથા ક્ષુધા લાગે છે અને આપનું સાકાર તથા નિરાકાર સ્વરૂપ શ્રવણ કરતાં જે સમાધિસ્થ થઈ જાય છે, તે આપને પ્રેમી ભકત છે. તે ભકત આપને પિતાના હૃદયમાં રાખે છે અને પોતે છેવટે પરબ્રહ્મ બને છે.
“આપના નામને જે તરસ્યો અને ભૂખ્યો નથી, અને જે જ્યાંત્યાં હરાયા ઢેરની પેઠે ભટકે છે તે લાખે, કરડે ધર્મશા ભણેગણે, તે પણ પિતાના હૃદયમાં આપ પરમાત્માના નિત્યાનન્દરૂપ શુદ્ધ પ્રેમામૃતને રસ આસ્વાદી શક્તા નથી. સર્વ તીર્થકરેનાં નામે અને રૂપને જેણે આપના નામરૂપમાં જ જેવાને નિશ્ચય કર્યો છે અને આપના નામરૂપ વિના જેને અન્ય કશું પણ ગમતું કે રુચતું નથી તેને અન્ય શાસ્ત્રના પઠનપાઠન,
For Private And Personal Use Only