________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦.
અધ્યાત્મ મહાવીર દષ્ટિએ કહેલાં વચનામૃતો પ્રમાણે સર્વ અપેક્ષાઓએ, સર્વ ભાવનાએના સમૂહે મને જે પૂજે છે અને સ્તવે છે તે મને પરિપૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરે છે.
“શરીરધારી જેમાં જે મને વિરાટ ભાવથી અને પ્રેમથી દેખી ચૈતન્ય વિરપુજક બને છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેઓ ભૂખ્યાઓને ખાવા આપે છે, તરસ્યાઓને પાણી પાય છે અને રોગીઓના રોગ ટાળે છે તથા કોધાદિક પ્રવૃતિઓને યોગ્ય માર્ગમાં વાળે છે તેઓ ગમે તે અવસ્થામાં અને ગમે તે આચરણ સેવવા છતાં તેમ જ ગમે તે દેશ, કુળ કે જાતિવાળાં હોય તેપણ મારા સ્વરૂપને અંશે અંશે અને છેવટે પૂર્ણાશે પ્રાપ્ત કરે છે.
શુદ્ધ જ્ઞાનાનન્દસ્વરૂપિણી શ્રીમતી યશોદાદેવી! મારા જે ભક્તો મારા પર પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ પ્રેમ ધારણ કરે છે તેઓનાં હૃદયમાં આત્મમહાવીરભાવે હું વ્યક્ત થાઉં છું. મારા ભક્તોને દેશ, કાળ, નાત, જાત, કર્મકાંડ, વેષ કે આચારનું નડતરરૂપ બંધન હોતું નથી. તેઓ આકાશની પેઠે મને નિરંજન દેખે છે. પિતાના આત્મામાં શુદ્ધ પ્રેમ પ્રગટાવીને તેઓ પ્રેમભાવનાએ સર્વત્ર મને દેખે છે.
“યુવક અને અત્યંત કામી મનુષ્ય પોતાની વહાલી પ્રેયસી પર જેટલે રાગ રાખે છે તેના કરતાં જેઓ મારા પર અનંત ગુણ પૂર્ણ રાગ ધારણ કરે છે અને પ્રાણની પૃહા ન રાખતાં મારા પર પૂર્ણ વિશ્વાસ મૂકે છે તેઓનાં હૃદયમાં હું પ્રગટ થાઉં છું. તેથી તેવા ભક્તો ઇન્દ્રિયજન્ય ભેગરાગ અને કામરાગ વગેરે નષ્ટ કરવા સમર્થ બને છે. સર્વ વિશ્વમાં સર્વત્ર મારા મહિમા વિના જેઓને અન્ય કે મહાન લાગતું નથી તેઓ મારામાં દેહાદિકના મમત્વને લય કરવા સમર્થ બને છે. જે જે ભાવથી મને ભક્તો સેવે છે તે તે ભાવને તે ભક્ત પામે છે, તેથી મારું આપેલું સર્વ જે ભોગવે છે–એમ ઔપચારિક કર્તુત્વભાવની દષ્ટિએ જાણવું.
For Private And Personal Use Only