________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૧૭ આપે વેદનાં જે જે સ્વરૂપ દર્શાવ્યા તે ખરેખર યથાર્થ છે. અસંખ્ય વેદ થયા. હાલ તે એક, બે કે ત્રણ છે અને અનંત ભવિષ્ય કાલમાં અસંખ્ય વેદ યાને આગમ અર્થાત્ પવિત્ર ધર્મ શાસ્ત્રો પ્રગટશે. તે સર્વે જૈનધર્મમય થયા હતા, થાય છે તથા થશે. આપના શુદ્ધાત્મ વીરસ્વરૂપમાં લયલીન થનારાઓને અસંખ્ય પરા, પશ્યન્તી, મધ્યમાં અને વૈખરીરૂપ વેદોની પ્રાપ્તિ થઈ છે, થાય છે અને થશે આપ પરમાત્માની મારા જેવા અસંખ્ય વેદે સ્તુતિ કરી રહ્યા છે. શબ્દરૂપ વેદની પેલી પાર આપનું શુદ્ધાત્મ મહાવીર સ્વરૂપ છે. તેથી શબ્દવેદમાં નિષ્ણાત થયેલાઓને પણ આપના શુદ્ધાત્મ મહાવીરરૂપમાં સમભાવે લીન ન થનારાઓને શુષ્ક પંડિતો જાણવા.
“આત્માની શક્તિઓ પ્રગટ કરવી એટલે જ પ્રકટ વેદરૂપ આપ મહાવીર પ્રભુને જાણવા. આપના મુખમાં જે જે શબ્દ પ્રગટયા અને પ્રગટશે તે સાક્ષાત દાગમ છે અને તેમાં મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે–એમ જાણ સષિઓ, મુનિઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈ, શુ વ્યાપક ભાવથી વર્તશે અને જૈનધર્મની આરાધના કરશે. આપના નામમન્ટનો અહર્નિશ જાપ કરશે તે લક્ષ્મી, પુત્ર, પુત્રી, ધન, ધાન્ય, રાજ્ય, વ્યાપાર, સંપ, શારીરિક સુખ વગેરે બાહ્ય સંપદાઓને પામશે તથા આન્તર સર્વ લબ્ધિઓ, શક્તિઓ વગેરેને પ્રાપ્ત કરશે અને તેથી દેશ, વિશ્વ, સંઘ, કેમ, સમાજ, ધર્મ, રાજ્ય, વ્યાપાર વગેરે સહુ ઉન્નતિ પામશે, એ મારે ધુવાદેશ છે.
ગૃહસ્થાવાસમાં રહેલા સર્વગૃહસ્થ મનુષ્યએ ગૃહસ્થ મહાવીર એવા આપના ગૃહસ્થાવસ્થાના વિચાર અને આચાર પ્રમાણે ચાલવું, પરંતુ ગૃહસ્થાવાસમાં રહેલ મનુષ્યએ આપના ત્યાગના વિચાર અને આચાર પ્રમાણે પ્રવર્તવું નહીં. મહાવીર પ્રભુ! જ્યારે આપ ત્યાગી થશે ત્યારે આપના ત્યાગને જોઈને તે પમાણે ત્યાગીઓએ
For Private And Personal Use Only