________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
અધ્યાત્મ મહાવીર આદિ અનેક પરસ્પર વિરુદ્ધ એવાં રૂપે પણ પૃથ્વી પર જેમ અનેક દેખાય છે, તે પ્રમાણે વર્તનારા ધર્મો વડે મનુષ્યથી ન કરવાલાયક કલ્પેલું કરાય છે અને જે કરવા લાયક કલ્પેલું તે નથી કરાતું. શુદ્ધાત્મ ભગવાન મહાવીરના અલક્ષ્ય સ્વરૂપને પાર પાડી શકતો નથી.
પરા, પયંતી અને મધ્યમાં ભાષાના વેદે આપને પાર પામી શકતા નથી, તો વૈખરી શબ્દરૂપ હું આપને પાર ન પામી શકું તેમાં કંઈ આશ્ચર્ય નથી.
“હે પ્રભો! પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશમાં રુપકે એ મેં આપના બાહ્ય તથા આધ્યાત્મિક ગુણનું અને શક્તિઓનું વર્ણન કર્યું છે.
“હે પ્રભો સ-અસત્ શબ્દથી મેં આપના અવ્યક્ત-વ્યક્ત અસ્તિનાસ્તિ, જડ-ચેતન વગેરે વિરોધી પર્યાનું સાપેક્ષપણે વર્ણન કર્યું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ પાદરૂપે મેં આપને વિષ્ણુ અર્થાત્ વ્યાપકરૂપે વર્ણવ્યા છે, અને તેમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવતા રૂપ ત્રિપાદનું વર્ણન મેં બીજી રીતે પણ કર્યું છે. કર્મને નાશ કરવા માટે આપ રુદ્ર, ભયંકર તથા યક્ષરૂપે પૂર્ણ શક્તિવાળા વર્ણવાયા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, તપ એ પાંચ ગુણોને પંચભૂત તરીકે મેં વર્ણવી દરેક આત્મા રુ-ચક્ષરૂપ છે એવું નિરૂપણ મેં કર્યું છે.
હે પ્રભ! ગ્રાહ્ય પાંચ ભૂતો પણ આપની આજ્ઞાને આધીન છે એમ આપની શક્તિની મહત્તા જણાવી મેં વર્ણન કર્યું છે. હે પ્રભા આપના વર્ણનનાં મૂળ સૂક્તોને અર્થ વિદ્વાને પિતપિતાની મતિ પ્રમાણે અનેક યુક્તિથી કરી ઈચ્છિત મતની સિદ્ધિ કરે છે. હે પરબ્રહ્મ મહાવીર ! સર્વ તીર્થકરોમાં શ્રેષ્ઠ અને કલિકાલમાં જેના નામના
સ્મરણમાત્રથી ભક્તોને ઉદ્ધાર થવાને છે એવા આપને સદા નમસ્કાર હો.
For Private And Personal Use Only