________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૧૫ મારા અનંતજ્ઞાનરૂપ સાગરના એક બિન્દ સમાન બાહ્ય શાસ્ત્ર અને, વેદાદિકને જાણુને જેઓ મારી પ્રાર્થના કરે છે અને મારામાં પૂર્ણ પ્રેમ ધારણ કરે છે તેઓને બાહ્ય વ્યાકરણ, ન્યાય, વેદાદિક શાસ્ત્રોની મુક્તિ માટે અપેક્ષા રહેતી નથી.
દરેક વસ્તુ અપેક્ષાએ સત્ય છે, એમ જેઓ જાણે છે તે વેદાદિક શાસ્ત્રોની ઉપગિતા જાણે છે. તેવા છે માટે તીર્થ સ્થાપવું પડે છે. દેશ અને વિશ્વમાં વ્યાપક એવી જીવતી ભાષાઓમાં ઉપદેશ દેવાથી આબાલગોપાલ સર્વ મનુષ્યને તીર્થંકરના વિચારોને લાભ મળે છે અને તેથી વિશ્વમાં સર્વત્ર ધર્મને પ્રચાર થાય છે. માટે તે મારા સ્થાપિત નિયમાનુસારે શ્રુતિ–ચારિત્રરૂપ જૈનધર્મનું મારા વડે વિશ્વમાં સ્થાપન થવાનું છે. હે વેદધું ! તમે હવે મારી વાણીમાં પુનરુજજીવન અને પુનરુદ્ધાર પામી વિશ્વના જીવનું કલ્યાણ કરનારા થાઓ !”
વેદષિ: “પરબ્રહ્મ મહાવીર ! તમને નમસ્કાર થાઓ. તમારું શરણ હે. આપનું સંભાષણ શ્રવણ કર્યું અને તેથી મને અપૂર્વ આનંદ થયો છે. આપ સદેહ, સાકાર પરમાત્મા છે. આપનાં સર્વ વચનો સત્ય વેદે છે. આપના જ્ઞાનમાં અસંખ્ય વેદ છે. આપની વાણીમાં હું વેદરૂપે પરિણામ પામે છું અને પામીશ. આપના જ્ઞાન પ્રમાણે જૂની સર્વ વસ્તુઓને નાશ થાય છે, તે નવા આકારરૂપે ઉત્પન્ન થયા કરે છે અને સદુદ્રવ્યરૂપે ધ્રુવ અર્થાત્ નિત્ય રહે છે. ભાષાઓ અને શબ્દોને જૂનારૂપે નાશ અને નવારૂપે ઉત્પાદ થયા કરે છે. એવો આપને ઈશ્વરી સ્વભાવ છે. તેને આધીન વેદે હોવાથી તેને પૂર્વરૂપપણને નાશ અને નવા વિચાર-જ્ઞાનરૂપે તથા ભાષા-શબ્દની સૃષ્ટિરૂપે ઉત્પાદ થાય છે. તેવી જ્ઞાનવેદસૃષ્ટિના કર્તા-હત આપે છે. આપની નિયતિ અર્થાત્ ભવિતવ્યતાશક્તિ પ્રમાણે ભાવિભાવ બન્યા કરે છે; તેને કેઈ અન્યથા કરી શકતું નથી. આપનાં કર્તુત્વ–અકતૃત્વ.
For Private And Personal Use Only