________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
અધ્યાહ્ન અહાણી કરી સમ્યકત્વરૂપે પરણુમાવશે, અને સંકુચિત મિશ્યા આગ્રહની દષ્ટિઓને ત્યાગી આત્મજ્ઞાન-દર્શન-ચારિત્રયુક્ત મહાવીરૂપ પ્રસ બ્રહ્મવેદની ઉપાસના કરશે.
શબ્દાત્મક, ભાષાત્મક વેદમાં અસત્યની મલિનતા કાલાન્તરે આવે છે, માટે તીર્થંકરો વડે અમુક કાળે તીર્થોદ્ધાર, તીર્થની સ્થાપના થાય છે. તે નિયમાનુસારે છે વેદધું ! મારા વડે સર્વ જાતીય સંપૂર્ણ શ્રુતજ્ઞાનરૂપ તીર્થનો પ્રકાશ કરાશે. ભવિષ્યમાં જે જે જુદા પડ્યો અને મને પ્રવર્તશે તે મારા શ્રુતજ્ઞાનના એક એક અંશને તથા એક એક તત્ત્વદષ્ટિને જુદી પાડી એકાન્ત પ્રવર્તશે અને તેથી તે ધર્મને સંકુચિત બનાવશે. મારા જેનધર્મમાં સર્વ સાપેક્ષ વેદે, નિગમો, આગમ, દ્વાદશાંગી વગેરે શાસ્ત્રો, સર્વ સાપેક્ષિક ઉપનિષદે, મહાવીરગીતા વગેરે ગીતાઓ અને આત્મતત્વની દષ્ટિઓને સાપેક્ષપણે સમાવેશ થતો હોવાથી સર્વ વિશ્વમાં વિશ્વવ્યાપક જૈનધર્મ સર્વજાતીય મનુષ્યોને ગ્રાહ્ય થશે.
મારા જ્ઞાનમાં અનંત વિશ્વ, બ્રહ્માંડે, સર્વ વેદ અને આગમ આદિ શાસ્ત્રો વગેરેને ઉત્પાદ-વ્યય, લય-સર્ગ થયા જ કરે છે. જડ અને ચેતન પદાર્થને ઉત્પાદ–વ્યય થયા કરે છે અરે દ્રવ્યત્વે ધ્રુવતા રહ્યા કરે છે. તેથી સર્વ વિશ્વમાં કર્તા-હર્તા તરીકે મને જેમાં અનેક નોની અપેક્ષાએ જાણીને મારામાં પૂર્ણ વિશ્વાસ મૂકે છે તેઓએ મારી ભક્તિને વેદરૂપ જ જાણવી. મારા ઉપરને પ્રેમ તે વેદરૂપ જાણો. મારા ઉપર જે પ્રેમ છે તે મનુષ્યોને માટે સત્ય વેદરૂપ છે. મારા ધ્યાનમાં જેઓ મસ્ત છે તેઓને ભાષાશબ્દથી બનેલા વેદના જડાંગની જરૂર નથી. મારા. જ્ઞાનરૂપ વેદને જેઓ પ્રાપ્ત કરે છે તેઓને શબ્દવેદાદિક શાસ્ત્રો બાહ્ય શરીરના વસ્ત્ર સમાન યા એક વસ્તુના નકશા સમાન છે.
જેઓ સર્વ જીવોનું ભલું કરે છે અને મારા સમાન સર્વ જીવોને દેખે છે તેઓને સર્વ શાને સારુ પામેલા જાણવા
For Private And Personal Use Only