________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદનું યથાર્થ સ્વરૂપ સમાઈ ગયેલાં જાણવા અને પ્રાચીન પ્રત્યેની રાગદષ્ટિએ તથા સત્યની અનેક નયદષ્ટિએ પ્રાચીન વેદાગમાદિનો સમ્યક્ અને ધર્માનુકૂલ અર્થ કરીને તેમને માન આપી સ્વીકારવાં.
“સર્વ પ્રાચીન આર્ય ધરૂપ તીર્થને હું ઉદ્ધારક છું, માટે સમ્યગ્દષ્ટિએ સર્વ શાસ્ત્રોને મારા ઉપદેશાનુકૂલ કરી માનવી, અનુસરવાં અને મારા નામથી સર્વ લોકેએ ઉપાસના-ભક્તિ કરવી. એ જ જૈનધર્મને ઉદ્ધાર છે.
“દેશકાળને અનુસરીને મારા ભક્તો જે જે ગ્ય વિચારો અને યોગ્ય પ્રવૃત્તિ કરશે તે સર્વને જૈનધર્મરૂપ વેદ જાણવા. સત્ય વિચારો, સત્ય આચારે અને સત્ય નીતિઓ તે જીવતો વેદ છે. આત્મજ્ઞાન, વિજ્ઞાન એ જીવતો વેદ છે. સર્વ વેદ વડે જૈનધર્મ વાચ્ય છે, માટે જેઓ જૈનધર્મની આરાધના કરે છે તેઓ સર્વ વેદના સત્ય સારને પામેલા જાણવા. સર્વ નદીઓને પ્રવાહ જેમ સાગરમાં ભળે છે, તેમ વેદાદિ સર્વ શાસ્ત્રના સિદ્ધાન્તોને સાર મારા વડે પ્રકાશિત શ્રુતજ્ઞાનમાં ભળે છે. તેથી હવેથી મારાં વચનોમાં સર્વ વેદોને સર્વ સત્ય સાર આવી ગયેલે જાણ. પાકેલી કેરીને ઘોળીને તેમાંથી રસ કાઢી લેતાં પછીથી છેતરું અને ગોટલે અવશેષ રહે છે, તેમ વેદોમાંથી સર્વ સત્ય રસ મારાં વચનમાં આવી જવાથી તે શબ્દ વડે પ્રાચીન ભાષામાં અસ્તિત્વ ભગવશે, પરંતુ ભાવાર્થરૂપે તે હવે તે જેન નિગમમાં આવતી ભાષામાં પુનરુદ્ધાર પામી જીવતા રહેશે.
જૈન આર્યવેદોની પુનરુજજીવન દશા મારા વડે સંપૂર્ણ તયા થવાની છે. બીજા વેદ પણ ભાષા વડે જીવતા રહેશે, પણ તે મિથ્યાત્વથી મિશ્રિત હેવાથી બાલ વડે અગ્રાહ્ય થશે. મારા જૈનધર્મનાં તત્ત્વનું પરિપૂર્ણ રહસ્ય સમજનારા મારા ભક્ત ઋષિઓ, મુનિ, બ્રાહ્મણો વગેરે જેને સર્વદેશીય ભાષાવિશેષવાળા વેદાદિ ગ્રન્થને મારી કહેલી સાપેક્ષ નયદષ્ટિએ ગ્રહણ
For Private And Personal Use Only