________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
અધ્યાત્મ મહાવીર અકતૃત્વ આદિ ધર્મ પ્રકાશનારી છે. તેને આધુનિક કેટલાક બ્રાહ્મણે સ્યાદ્વાદરૂપે અનેક નાની અપેક્ષાએ અર્થ ન સમજવાથી નિરપેક્ષ એકાન્ત અર્થ કરે છે. કેટલાક પિતાના સ્વાર્થની દષ્ટિએ મારાં અંગે, નાડીનું સ્વરૂપ વર્ણવે છે. તેથી અનેક મતમતાંતરો ઉત્પન્ન થયા છે. તેઓએ મારું સ્વરૂપ સ્વ-સ્વદષ્ટિ પ્રમાણે વર્ણવ્યું છે. માટે હવે આપ કૃપા કરીને મારાં અંગોનું સ્વરૂપ યથાસ્થિત કરશે અને વિકારને દૂર કરશે. મારા જેવા અસંખ્ય પૂર્વે થયા છે. તેઓ સર્વેએ પરબ્રહ્મ અહંન જિનદેવની કર્મનાશક રુદ્રરૂપે સ્તુતિ કરી છે અને ભવિષ્યના વેદ કરશે.
હે પ્રભે ! આપના શુદ્ધાત્મ પરબ્રહ્મમાં પ્રગટેલ મતિજ્ઞાનના ત્રણસેં ચાળીસ અને અસંખ્ય ભેદ તથા શ્રુતજ્ઞાનના ચૌદ, વીસ, અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભેદે તે અસંખ્ય વેદે છે. તે જ રીતે અવધિજ્ઞાન તથા મન:પર્યવ જ્ઞાનના અસંખ્ય ભેદે તે અસંખ્ય વેદે છે. કેવળજ્ઞાનરૂપ મહા ભાવસૂર્ય તે એક એ પરબ્રહ્મરૂપ વેદ છે, કે જેમાં અસંખ્યાત વેદો ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે. હે પ્રભો ! આપ અનન્ત વેદરૂપ છો. અક્ષરાત્મક, શબ્દાત્મક વેદોમાં જ્યારે ગડબડ, અવ્યવસ્થા, અસત્યતાને વિકાર થાય છે, ત્યારે કેવળજ્ઞાન પામેલાં તીર્થકરોની દેશનાથી તે તે કાલે નવા વેદે રચાય છે અને નવા નવા આગામે દ્વાદશાંગી, ચૌદ પૂર્વ વગેરેની રચના થાય છે.
હે પ્રભે ! હવે આપ મારું રૂપ સુધારે. મારાં સર્વા ગેમાં પૂર્વે જિનદેવ, અહમ્, વીતરાગ, પરમાત્માની સ્તુતિઓ હતી તથા આત્મારૂપ તત્વજ્ઞાનની વ્યાખ્યાઓ અને પ્રાણરૂપ આત્માદિ દ્રવ્યોની કૃતિઓ હતી. મારા શ્વાચ્છવાસરૂપ અનેક નીતિઓની વ્યાખ્યાઓ કરનારી કૃતિઓ અને સંહિતાઓ હતી. તેમાંથી ઘણું નષ્ટ થયું અમે કેટલાક અંગમાં સેળભેળ થઈ વૃદ્ધિ થઈ છે.
મારાં અંગમાં અનેક રૂપકે છે તથા એક શબ્દના અનેક
For Private And Personal Use Only