________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. વેદનું યથાર્થ સ્વરૂપ
વેદષિઃ “પ્રભુ મહાવીર પરેમેશ્વર ! આપને નમસ્કાર કરું છું, સર્વ શ્રુતિરૂપ મારાં અંગે વડે આપને પ્રણમું છું અને સર્વ ભગવતી શ્રુતિઓ વડે આપને સ્તવું છું.
શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર શ્રી ભરત રાજર્ષિએ મારી શ્રુતજ્ઞાનરૂપ મૂતિ ઘડી છે. શ્રી નેમિનાથ પ્રભુના વારામાં અને ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની પૂર્વે થયેલા કેટલાક વિદ્વાનોએ મારાં અંગોને વિકારી કરી દીધાં છે અને અનુપમી કેટલાંક
ગોરૂપ શ્રુતિઓની વૃદ્ધિ કરી છે. તેથી હે પ્રભો! તમે મારાં અંબેમાં સુધારો કરો અથવા મારું નવા આકારરૂપે પુનરુજજીવન કરે. આપ સર્વજ્ઞ પ્રભુ બનીને મને આપની વાણીમાં નવા અવતારે સજીવન કરો. હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે. મારા સ્વરૂપની ભાષાને વિશ્વ લેકમાંથી થોડાક જ વિદ્વાને સમજી શકે છે, લોકોને મોટે ભાગે તે સમજી શકતો નથી. વિશ્વ પ્રતિક્ષણ બદલાતું જાય છે. મારું સ્વરૂપ હવે અનેક જીવતી ભાષાઓ અને લિપિઓમાં અદલાય, તે જ મારું આધ્યાત્મિક જીવન જીવતું રહે. માટે પરમ દયાલ વિશ્વોદ્ધારક દેવ! આપ કૃપા કરીને હવે મને જે રૂપે ચાહો તે રૂપે જિવો, એમ આપની આગળ પ્રાર્થના કરું છું.
મારી સર્વ શ્રુતિરૂપ નાડીઓ અને સૂક્ત રૂપ કોઠાઓમાં જિન, સર્વસ, પરબ્રહ્મ અહંન જિનદેવની સ્તુતિએ ઔપચારિક વિશ્વકર્તા આદિ તરીકે તથા અનેક નાની અપેક્ષાએ કત્વ,
For Private And Personal Use Only