________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી-કર્તવ્ય
૩૦૫ કન્યા મેટી ઉમરની સમજણવાળી થાય ત્યારે તેણે જેન નીતિ પ્રમાણે સંસ્કાર લગ્ન કરવા જોઈએ. પિતાના પતિને સતાવવો નહીં અને તેની સાથે સ્વાત્મરૂપધારી ઐક્યભાવે વર્તવું ઘરેણાં, વસ્ત્ર વગેરે માટે પિતાના પતિને ખર્ચના બેજામાં ન નાખે. પતિનાં કાર્યોમાં ભાગ લે અને સ્વાશ્રયી બનવું. પતિની સાથે સંકટમાં સાથે રહેવું. સત્ય, દયા, પ્રેમ, ભક્તિથી પિતાના આત્માને શુદ્ધ બનાવ. પ્રભુ મહાવીરને જાપ પ્રતિદિન કરવો અને શ્રી મહાવીરગીતા અને તેમના ઉપદેશેલા આગમનું વાચન કરવું.
પિતાના ઘેર પધારેલા ગૃહસ્થ અને ત્યાગી અતિથિઓની યથાશક્તિ પ્રેમ અને સન્માનપૂર્વક સેવા કરવી તથા સ્ત્રીઓનાં માન, આબરૂ. પ્રતિષ્ઠા જાળવવા કન્યાઓમાં શ્રીમતી યશદાદેવી જે ભક્તિભાવ ધારણ કરે. મહા સુદી પંચમીએ પ્રભુ મહાવીર અને શ્રી યશોદાનાં લગ્ન થયાં છે. માટે તે દિવસે પ્રભુ મહાવીરની શ્રીમતી યશદાદેવી પ્રત્યેની નિર્લેપ દશાનું અને શ્રીમતી યશદાદેવીના પ્રભુ મહાવીર પ્રત્યેના ભક્તિભાવનું સ્મરણ કરવું, તેમનાં ગુણગાન કરવાં, ગીત ગાવાં અને આનંદમાં દિવસ પસાર કરે.
ચૈત્ર સુદ તેરસે પ્રભુ મહાવીરને જન્મોત્સવ ઊજવો. ગામની બહાર પ્રભુ મહાવીરદેવના મંદિરમાં મેળો ભરે. પ્રભુ મહાવીર અને શ્રી યશોદાદેવીનાં ગૃહાવાસની મૂર્તિઓ કરી કલિયુગમાં જેઓ શ્રી મહાવીર-યશોદાની સગુણ ઉપાસના કરશે તે ગૃહસ્થાવાસમાં સર્વ પ્રકારની ઋદ્ધિ અને વિદ્યાદિ શક્તિઓને પ્રાપ્ત કરશે. પ્રભુની અને શ્રીમતીની મૂર્તિઓને ઘરેણાં પહેરવાની જરૂર નથી. પ્રભુ મહાવીર અને શ્રીમતી યશોદા દેવીની પેઠે જીવતાં નરનારીઓની અને બાળકની ભક્તિ કરવી. તેઓમાં અભેદમય પ્રેમથી વર્તવું. જીવતાં નરનારીઓમાં પ્રભુ મહાવીર અને બ્રાહ્મણ યશદાદેવીની ભાવના કરવી અને શુદ્ધ પ્રેમને પ્રકાશ કરે.
“સર્વ બ્રહ્માંડમાં રહેલા સર્વાત્માઓના સંઘને પરબ્રહ્મ મહાવીરરૂપે અને જડ-ચેતન સર્વ શક્તિઓના સંઘની ઉપરી
For Private And Personal Use Only