________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી-ક્તવ્ય
૩૦૧ વ્યાપી રહ્યાં છે. આપને મહિમા અપરંપાર છે. “યશોદા-મહાવીર એ પ્રમાણે જેઓ જાપ જપશે અને આપનું વ્યષ્ટિ-સમણિરૂપ બાહ્ય અને આધ્યાત્મિક સ્વરૂપ જેઓ સમજશે તેઓ પિંડબ્રહમાંડનું જ્ઞાન પ્રાપ્ત કરી પૂર્ણ સ્વતંત્ર બનશે. યશદાદેવી ! તમે. પ્રકૃતિ અને મહાવીર પરબ્રહ્મ પુરુષ એમ બે રૂપે જાણે વિશ્વમાં શેભી રહ્યાં હો અથવા સર્વ વિશ્વ જાણે બે રૂ૫ દેખાવ આપતું હાય એમ અનુભવાય છે. મહાવીરપ્રભુને ભજવાથી આપની પ્રાપ્તિ થાય છે અને આપને ભજતાં શ્રી મહાવીરની પ્રાપ્તિ થાય છે. આપ પરબ્રહ્મ શ્રી મહાવીરની પરબ્રહાણ સચેતન શક્તિરૂપ છે. તેથી જડ પ્રકૃતિના આપ સ્વામિની છે. આપના તાબે સર્વ જાતીય જડપ્રકૃતિ છે.
સર્વ સ્ત્રીવર્ગને ઉદ્ધાર કરવા અને દાસી અર્થાત્ તુચ્છતાની જે પદવી તેને અપાઈ છે તેમાંથી તેમને ઉદ્ધાર કરવા આપની કૃપા વ્યક્ત થઈ છે. આપને શ્રી મહાવીર પ્રભુએ સત્ય અને શુદ્ધ પ્રેમનું સ્વરૂપ સમજાયું છે અને આત્માના ગુણ-પર્યાયરૂપ જૈનધર્મ અને આત્મારૂપ જૈનોનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. સમ્યગ્દષ્ટિથી તથા સદ્વિચારના અંશના પ્રાકટયમાત્રથી જૈનધર્મ અને જૈનત્વરૂપ આત્મા વ્યાકૃત (પ્રગટ) બનતું જાય છે, એમ પ્રભુ મહાવીરે બોધ આપવા માંડ્યો છે. મેં મહાવીર પ્રભુના સર્વ શબ્દમાં, વાક્યોમાં વાસ કરીને મારું સમષ્ટિરૂપે વિશાળ રૂપે પ્રગટ કરવા માંડ્યું છે. હું પ્રભુ મહાવીરની વાણીમાં વસીશ અને તેમના હૃદયમાં વાસ કરી તેમની ભક્તિ કરીશ.” - સાવિત્રીઃ “સખી યશદાદેવી ! તમને નમસ્કાર છે. આપ ગાયત્રી સાથે પરા, પર્યંતી, મધ્યમ અને વૈખરીથી વાર્તા કરી રહ્યા છે તેથી પરમાનંદ થાય છે. આપની શુદ્ધ પ્રેમભક્તિથી સર્વ વિશ્વમાં સત્યરૂપ જૈનધર્મને પ્રચાર થવાનું છે. દેશ, કેમ, સમાજ, રાજ્ય, સંઘ વગેરેની પ્રગતિ, શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિના
For Private And Personal Use Only