________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. સ્ત્રી-કર્તવ્ય
[ શ્રી યશદાદેવી પાસે ગાયત્રી, સાવિત્રી આદિ સ્ત્રીસંધનું આગમન થાય છે. ગાયત્રી અને સાવિત્રી યશોદાદેવીની પ્રશંસા કરે છે અને શ્રી યશોદાદેવી સ્ત્રીસંધને તેમના કર્તવ્ય વિશે ઉદ્દબોધે છે. ]
યશોદા : પધારે, વેદર્ષિ પત્ની ગાયત્રી ! તમારા આગમનથી અમને પૂર્ણનન્દ થયે છે.”
ગાયત્રીઃ “પરબ્રહ્મ શ્રી મહાવીર અને બ્રહ્માણી જગદીશ્વરી જગદંબા ! તમારા પ્રેમથી આકર્ષાઈ હું તમારી પાસે આવી છું. અમારા સ્વામી વેદષિના સર્વાગરૂપ કૃતિઓમાં પરબ્રા વીર અને પરબ્રહ્માણી ! તમારું વર્ણન છે. સર્વ કૃતિઓના સ્વામીના પણ સ્વામી એવા પરમાત્મા મહાવીરનાં અને પરબ્રહ્માણી તમારાં સાક્ષાત્ દર્શન કરવા હું આવી છું. મારા પતિ વેદવુિં સદાકાળ આપની
સ્તુતિ કર્યા કરે છે. તે આપના પરબ્રહ્મ, પરમવિષ્ણુ મહાવીરને આધીન છે અને હું પણ તમારા આધીન છું. તમને નમું છું, સ્તવું છું.”
યદાઃ “પરમકૃતિરૂપા ગાયત્રી ! તમારું અદ્ભુત વર્ણત્મિક સ્વરૂપ અવલકી સર્વ વિશ્વ તમને પ્રશસે છે, સ્તવે છે.”
ગાયત્રી : “હવે તે આ વિશ્વમાં પરબ્રહ્મ મહાવીર અને તમારું ધર્મસામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. વેદષિએ આપની મહત્તા સર્વ દેશમાં સમજાવી છે. વેદર્ષિના મેરેમમાં અને પ્રદેશ પ્રદેશમાં પરબ્રહ્મ મહાવીર અને પરબ્રહ્માણી જગદંબા એવા તમે સર્વથા
For Private And Personal Use Only