________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
આધ્યાત્મ મહાવીર
જીવન–બ્રહ્મમય જીવન પ્રગટાવવા સમર્થ થાય છે. આપના પર જેઓને પૂર્ણ પ્રેમ છે તેઓ સર્વ વિશ્વમાં સત્ય સૌંદર્ય અનુભવે છે.
“હે પ્રભે! આપના નામને જેઓ જાપ કરે છે તેઓના અનંતભવોનાં પાપ ટળે છે અને તે આપને પામે છે. હે પ્રભે! અનેક જન્મ કર્યા બાદ આપ હવે પૂર્ણ મહાવીરરૂપે મળ્યા છે. તેથી આપ જેવા પરમપ્રભુરૂપ પરમરસને પામીને અન્ય રસો વિલય. પામ્યા છે. ભેગાવલી કર્મોની થતી પ્રેરણામાં પણ આપ વિના. અન્ય કર્મજન્ય આનંદને ક્ષણિક રસ અનુભવાતું નથી.
મારા પ્રિય સ્વામિન ! આપનું પરિપૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપ. અનુભવાયા બાદ હવે સર્વ વિશ્વને અનુભવ આવ્યો છે. તેથી હું આપની ગિની બની છું. આપ પરમાત્મા મહાવીરમાં સર્વ દે. અને દેવીઓ સમાઈ જાય છે. આથી સર્વ દેવ અને દેવીઓ આત્મવીર જીવન જીવવા સમર્થ થાય છે. તેથી હે પ્રભો ! આપના નામનો, આપની આકૃતિને અને આપની પરબ્રહ્મતાનો જ સર્વ વિશ્વને આશરે છે. આપના સ્વરૂપને પામ્યા વિના કેઈ મુક્ત થતું નથી. તેથી હે પ્રભો ! “તત્વમસિ” એ મહાદાગમવાક્યથી તમે જ વાય છે. હે પ્રભો ! વિજ્ઞાનરૂપ, પરમાનન્દરૂપ તમે જ પરબ્રહ્મ છે. હે પ્રિય પ્રાણેશ! તમારો આશ્રય કરીને તમારા જે સર્વથા પ્રકારે ભક્ત બને છે તે કર્મવેગીઓ જ જ્ઞાનગીઓ બને છે.
પરમપ્રિય પ્રો ! આ વિશ્વમાં બાહ્ય તથા આન્તર જે સર્વ વિભૂતિઓ છે તે આપના પૂર્ણ વિશ્વાસી ભક્તને આધીન છે, તોપણ તે આપના વિના કશું ઈચ્છતો નથી. તે જે બાહ્ય પદાર્થોને ભેગા કરે છે તે આપની સેવા માટે છે, કારણ કે ભકતોના. હદયમાં આપની ભકિતથી જે જે ઇચ્છાઓ પ્રગટવાની હોય છે. તે પ્રગટે છે અને તેઓ જે જે પ્રવૃત્તિઓ કરે છે તે તે માગે તેઓની ઉન્નતિ થવાનો ક્રમ નિયત છે, એમ તેઓ અનુભવે છે.
For Private And Personal Use Only