________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ યાગી અને જ્ઞાનયાગીનુ સ્વરૂપ
૨૯૭
પ્રલે ! આપમાં હું સમાઈ છું. શુદ્ધ પ્રેમાવેશથી મારી ધાતાધાતમાં, રમેશમમાં, પ્રદેશે પ્રદેશમાં આપ એકાત્મારૂપે સત્તાએ પિરણમી રહ્યા છે. આપના પરના શુદ્ધ પ્રેમાદ્વૈતમાં હું તુ રૂપ દ્વૈતનું ભાન રહેતું નથી અને તેથી હું તે તું અને તું તે હું એવુ' અદ્વૈત અને શુદ્ધ પ્રેમનુ પરિણમન થઈ રહ્યું છે. આપની પ્રેમખુમારીથી શરીરમાં, મનમાં આપ પરિણમી રહ્યા છે, વિલસી રહ્ય. છે. શુદ્ધ પ્રેમના સાગર જેટલા મહાન તરંગાના ઉછાળાથી આપને હૃદયમાં સ્નાન કરાવી રહી છું અને હું પણ આપના પ્રેમસાગરમાં સ્નાન કરી રહી છું. હવે મને કામ્યરૂપે અને પ્રેમરૂપે આપ અનુભવાઈ રહ્યા છે. તેથી જડ-પુદ્ગલ વસ્તુની કામના રહી નથી. હે પ્રભુ ! મારી સ` અવસ્થામાં આપ વિના હવે કેાઈ દેખાતું નથી. આપના શરીરને આપના પૂર્ણ પ્રેમભાવે ભેટીને વિશ્વભાન ભૂલવારૂપ મૂર્છામાં એક એવા આપ પરમાત્માને સવરૂપે અનુભવુ છું. તે સર્વે, હે પ્રભો ! આપની પ્રેમસૃષ્ટિનુ ફળ છે.
C
આપ પ્રભો ! જેના હૃદયમાં ભક્તિવશ પ્રગટે છે તેની સ કામનાએ છેવટે આપનામાં પરિણામ પામે છે. તેથી તે ભકત અન્ય વસ્તુઓને વ્યવહાર કરે છે, છતાં આપ વિના અન્ય જડ વસ્તુઓમાં નિષ્કામ બને છે. હું પ્રાણપ્રિય પ્રભો ! આપના આદશ રિતાને સાંભળતાં આપના ભકતા શ્વાસે શ્ર્વાસે સમાધિસુખ અનુભવે છે અને કલિકાલમાં પણ અનુભવશે. આપના પર પૂર્ણ પ્રેમ તે જ મનની સ અવસ્થામાં સમાધિ છે અને તે જ મહાચાણ છે. આપને જેઓ જડ દÀામાં પણ પૂણ પ્રેમથી અવલાકે છે તે ધારણા, ધ્યાન, સમાધિને અનુભવી છે.
- હું પ્રભા! નદીકાંઠે, વનમાં, રેતીમાં, પવ ત પર, જંગલમાં, સાગરકાંઠે આપના ભક્તોને આપની મહંત્તાના ખ્યાલ આવે છે. તેવાં સ્થળેામાં આપનું પૂણ પ્રેમથી સ્મરણ કરનારાએ મહાવીરમય
For Private And Personal Use Only