________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
અધ્યાત્મ મહાવીર
આપને જેઓ પૂર્ણ પ્રેમેલ્લાસથી ધારણ કરે છે તે બ્રાહ્મણે ક્ષત્રિ, વિશે અને શુદ્રો ખરેખરા જ્ઞાનગી બને છે. તેઓ જ ખરેખરા જૈનો છે.
“જે કાળે જે પરિવર્તનોથી મનુષ્યની ઉન્નતિ થાય તેવા પરિવર્તન કરનારને આપની પૂર્ણ સહાયતા છે. આપની કૃપાથી આ ભારત દેશમાં વેદ વગેરેમાં સત્ય પરિવર્તન થવા માંડ્યાં છે અને આપ સમવસરણમાં બેસશે ત્યારે આને આપસમાન ભાવમાં સ્થાપી વિશ્વનો ઉદ્ધાર કરશે.
“આ આર્યભૂમિસમાન કેઈ પુણ્યભૂમિ, ધર્મભૂમિ કે અધ્યાત્મજ્ઞાનભૂમિ નથી. આ આર્ય ભૂમિમાં અનેક મહર્ષિએ થયા છે અને થશે. વિશ્વનાથ, વિશ્વભર, વિશ્વદેવ, વિશ્વપ્રભુ હે પ્રભે! પ્રાણપ્રિય! આપની ગૃહસ્થપણાની દશાનું જે ધ્યાન ધરે છે તે ખરેખર ગૃહસ્થ બને છે. આપના ચરિત્રને, આપની શક્તિઓને, આપના નામને, આપના અનેક ધર્મોને જેઓ વખેડે છે અને જે આપને માનતા નથી તેઓનાં હૃદય પર જ્ઞાનાવરણ (કર્મ) રહે છે. અને તેથી તેઓ નાસ્તિક બની દુર્ગતિમાં રખડે છે.
જેઓ નાસ્તિકપણું છેડીને અને આપને પ્રભુ તરીકે જાહેરમાં સ્વીકારીને આપના પ્રેમમાં લદબદ રહે છે અને પશુઓ, પંખીઓ, વનસ્પતિઓ, પહાડે, વૃક્ષ, નદીઓને હર્ષાવેશથી આપને સત્તારૂપે અનુભવી ભેટી પડે છે તે આપના વિરાટ સમષ્ટિરૂપનાં દર્શન કરી જીવન્મુક્ત મહાત્મા બને છે અને વિશ્વને ઉદ્ધાર કરે કરે છે. તે આપના આત્મસ્વરૂપી ભક્ત છે.
હે પ્રભે! આપની મારા પર ઊતરેલી પૂર્ણ કૃપાથી મારાં હૃદયચક્ષુ પ્રગટ થયાં છે. તેથી હવે હું મટીને તું રૂપ બની છું. જેમ સાગરમાં નામરૂપને ત્યાગ કરીને નદીમાં સમાય છે, તેમ છે
For Private And Personal Use Only