________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશી અને જ્ઞાનગીનું સ્વરૂપ
૨૮૯ લાયક છે. તેઓ વિચાર અને આચારથી ભિન્નભિન્ન ભેટવાળા કે ધર્મવાળા હોવા છતાં મારા શુદ્ધાત્મમહાવીર પરબ્રહ્મમાં એક. લક્ષવાળા હોવાથી જે જે કર્મ ભિન્નભિન્ન પરિસ્થિતિઓમાં કરે તે ધર્મરૂપ માની તેઓના વિચાર અને આચારમાં શંકા કરવી નહીં.
જ્ઞાનેગીઓ વસ્ત્ર, વેષ, આચાર, મત, ક્રિયા કે રૂઢિના બંધનેમાં સ્વતંત્રપણે વતે છે. તેમને જે વખતે જે ગમે તે મારા નામના મહિમા તળ કરે છે. મારા સર્વ ભક્તો જ્ઞાની અને કર્મચાગી બને છે. ગૃહસ્થો અને ત્યાગીઓ કમગીઓ બની વિશાળ અને વ્યાપક દષ્ટિઓ વડે જૈનધર્મસ્વરૂપ આત્માને વિશ્વમાં પરમાત્મા મહાવીરરૂપે વ્યક્ત કરવા સમર્થ થાય છે. ત્યાગી જ્ઞાનગીઓ. બાહ્ય પદાર્થોના સમ્પર્કમાં રહે છે. તેઓ ગૃહમાં, વનમાં, નદીકાંઠે, બાગમાં ગમે ત્યાં વસે છે, પરંતુ અગ્ય મૂચ્છના ત્યાગથી જ તેઓ ત્યાગી કહેવાય છે.
તેઓ બ્રહ્મચર્યાશ્રમ, ગુરુકલાશ્રમ વગેરે આશ્રમો ચલાવે છે. કેટલાક એક ઠેકાણે સદાકાળને માટે રહે છે, કેટલાક અમુક અવધિ સુધી એક ઠેકાણે રહે છે, કેટલાક ફરતા ફરે છે, પરંતુ વેષ, ક્રિયા, આચાર તેમ જ મત વગેરેનાં બંધનમાં સ્વતંત્ર રહે છે, અર્થાત ગમે તે વેષ, ક્રિયા કે આચારને વારંવાર યા એકવાર બદલે છે કે નથી બદલતા, પરંતુ તેમાં ઔપચારિકત્વ માની કમાગના અધિકાર પ્રમાણે વર્તે છે. લેકેની દૃષ્ટિથી જુદી રીતે, પણ મને હૃદયમાં ધારણ કરી તેઓ અપેક્ષાએ વર્તે છે.
મારા ભક્તો મારાં નામરૂપને સત્ય જાણુને તથા મારા ભાવસ્વરૂપમાં ઊંડા ઊતરીને કર્મચાગી બને છે. મારા ભક્તોના દાસેના દાસ આગળ જેઓ બાળક જેવા બનીને રહે છે તેઓને માસ ભક્ત જ્ઞાનગી જાણવા. જ્ઞાનગીઓ દેહ છતાં વિદેહી છે. તેઓ મહાવિદેહ દશા પામી, મારી જ્યોતમાં જીત મેળવી એકરૂપ બને છે.
૧૮
For Private And Personal Use Only