________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૮૧
તથા જ્ઞાનયેાગીએ બને છે. જે ભકતા સાત્ત્વિક પ્રેમી બની, મારા પર પૂર્ણ વિશ્વાસ લાવી અને મારામાં મન પરાવી બાહ્ય પદાર્થોમાં સાક્ષીભાવે વર્તે છે તે છેવટે પ્રાણાદિકના ત્યાગ કરી પરબ્રહ્મ મહાવીરપદને પ્રાપ્ત કરે છે. મારા પરબ્રહ્મ સ્વરૂપમાં જેને વિશ્વાસ છે, તથા યશેાદા દેવી ! તારી શુદ્ધ ભક્તિમાં જેને વિશ્વાસ છે, તે સત્ય જૈનત્વને પામી સત્ય જૈન બની શકે છે. મારામાં તને જેઆ જુએ છે અને તારામાં મને જેએ જુએ છે તથા જેએ પેાતાનામાં મને, તને અને વિશ્વને એકાત્મા તરીકે સંગ્રહ દૃષ્ટિએ આત્મસત્તાએ જે અનુભવે છે અને આત્મવ્યક્તિએ જે મને અનુભવે છે તે સંસારમાં રહ્યો છતાં, મન--વાણી-કાયાને ચેાગ્ય ઉપયેગ કરવા છતાં અને સ્વાધિકારને બજાવતા હેાવા છતાં ચારે વણ માંથી ગમે તે વર્ણ ના મનુષ્ય ગુણુ કમ પ્રમાણે વર્તે તેપણ શુદ્ધાત્મવીરરૂપ મુક્તતાને અનુભવે છે, પામે છે.
'
આ પ્રમાણે જેએ જાણીને અનાસક્તિએ અને નિર્માહપણે પ્રવર્તે છે તેઓની મૂઠ્ઠીમાં મુક્તિ છે. ગુણકર્માનુસારે સંસારી મનુષ્યેા ગુણકર્મોંમાં પ્રવૃત્ત થવા છતાં અન્તરથી નિલેપ રહી મારા સ્વરૂપને પામી શકે છે. મારા પર પૂર્ણ પ્રેમ, પૂર્ણ શ્રદ્ધા જેએ ધારણ કરે છે તેએ ખીજના ચન્દ્રમાની પેઠે ગુણધરૂપ કલાએ પરિપૂર્ણ વૃદ્ધિ પામે છે. મારા પર સ` ખાખતના વિશ્વાસ મૂકીને જેએ મારા હુકમ પ્રમાણે વર્તે છે તે પ્રતિક્ષણે અનંતગુણી ઉન્નતિ પામે છે. મારા પર પૂર્ણ પ્રેમના ધારકે ગમે તેવા પાપી હાય, તેપણ તે મને અનુભવી જેવા મુક્ત અને છે તેવા ખીજા કાઈ ઉપાયથી મુક્ત થઈ શકતા નથી.
મારા પર પૂર્ણ પ્રેમ ધારણ કરનારાએ કાલ, સ્વભાવ, નિયતિ, કમ, ઉદ્યમ એ પાંચના સમવાયને કાચી એ ઘડીમાં પેાતાની મુક્તદશાને અનુકૂળ કરી દે છે. ગૃહાવાસમાં વસનારા મનુષ્યે મારા પર પૂર્ણ પ્રેમ ધારણ કરીને તથા કર્મો કરવા છતાં કર્માંમાં
For Private And Personal Use Only