________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
અધ્યાત્મ મહાવીર
કરી શુદ્ધાત્મવીરદશાને આવિર્ભાવ કરશે. આપના શુદ્ધ પ્રેમ વડે આપની આરાધના, સેવના થાય છે. શુદ્ધ પ્રેમને હૃદયમાં આવિર્ભાવ થવાથી આ૫ ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિક જ્ઞાનાદિ શક્તિઓને આપવા સમર્થ થાઓ છે. આપનામાં, વિશ્વમાં અને સ્વાત્મામાં અભેદરૂપે જે શુદ્ધ પ્રેમને અનુભવે છે, તે જ સમાધિનિષ્ઠ મહાગી છે અને તેનામાં સર્વ રોગોના બળસ્વરૂપ આપ આવિર્ભાવપણે પ્રકાશે છે. માટે મારા રામે રમે, પ્રદેશ પ્રદેશે આપ નિત્ય એકરૂપે પરિણમ્યા છે.” સંસારમાં નિલે પપણું:
યશોદા દેવીએ વિનમ્રભાવે કહ્યું: “પ્રિય પ્રો! આપનાં વચનામૃત સાંભળીને આનંદનો પાર રહેતા નથી. ગૃહાવાસમાં વસનાર મનુષ્ય નિર્લેપ કેવી રીતે રહી શકે? અને આપના સ્વરૂપને કેવી રીતે પામી શકે, તેના ઉપાય જણાવશે.”
શ્રી મહાવીર પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું : “શુદ્ધાત્મપ્રિયા યશોદા દેવી! તમે ઉત્તમ પ્રશ્ન પૂછયો. તેને ઉત્તર જણાવું છું. જે પુરુષ અને સ્ત્રીઓ ગૃહસ્થાવાસમાં વસે છે તેઓએ બાહ્ય દશ્ય પદાર્થોને વિવેકપૂર્વક અને ખપ જેટલા સ્વ-પર-કુટુંબાદિક માટે ઉપયોગ કરે, પરન્તુ બાહ્ય દશ્ય પદાર્થોમાં શુભ ભાવ અને અશુભ ભાવ યાને શુભાશુભ આસક્તિતે ધારણ કરવી નહીં. બાહ્ય પદાર્થોની ઉપયોગિતા પિતાના શરીરાદિ માટે કરવી તથા જાણવી. તે જ રીતે આત્માના ગુણપર્યાના વિકાસાર્થે શરીરાદિકની ઉપયોગિતા જાણવી અને ગ્ય પ્રવૃત્તિ કરવી. તેમાં આસકિત વિના વર્તવાથી ગૃહાવાસમાં મનુષ્ય નિલેપ રહી શકે છે. તે મારા પૂર્ણ પ્રેમી બની, મારામાં મન રાખીને સાંસારિક કર્તવ્ય કર્મો કરવા છતાં મને પામે છે અને સર્વત્ર સર્વથા સર્વદા મારા પ્રેમી બની આત્મામાં રહેલી મહાવીરતાને પ્રકટ કરી શકે છે.
મારા સદ્વિચારે પ્રમાણે જે પ્રેમીઓ આચરે છે તે કર્મચાગીઓ
For Private And Personal Use Only