________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવય ધર્મ તમારામાં વિશ્વ અને હું સત્તાએ સમાઈએ છીએ. આપનામાં સર્વ છે અને સર્વમાં આપ સત્તાએ છે–એમ અનેક નયની સાપેક્ષદષ્ટિએ આપનું સ્વરૂપ ગ્રહું છું અને આપના હૃદયના તારેતારમાં મારા હદયને તારેતાર એકરૂપે–શુદ્ધ પ્રેમરૂપે મેળવું છું અને એમાંથી જે નાદ ઊઠે છે તેમાં મૂછ પામી અર્થાત્ વિકલ્પસંકલપના વિલયથી લીનતા પામી આપ એક પરમાત્માને અન્તરમાં તેમ જ બાહામાં સવિકલ્પ સમાધિએ તથા નિર્વિકલ્પની ઝાંખીએ અનુભવ કરું છું.
“વૈખરી વાણી દ્વારા આપનું સ્વરૂપ પરિપૂર્ણ કહી શકાય નહીં. પરા અને પર્યંતીમાં આપનું સ્વરૂપ જે અનુભવાય છે તેનો અનંતમો ભાગ વાણી દ્વારા બહાર પ્રકાશે છે અને તેના અસં
ખ્યાતમા, અનંતમા ભાગને પ્રાકૃત લોકો સમજી શકે છે. તેમાં પણ સ્થાને પડે છે.
આપને સર્વ દશાવાળા જે જે ધર્મો અને ગુણેથી વર્ણવે છે અને અનુભવે છે તેના કરતાં પણ આપ અનંતગુણ વિશેષ છે. આપના પરસ્પર વિરુદ્ધ એવા સત્, અસત્, જ્ઞાનાદિ અનંત ધર્મો તિભાવે અને આવિર્ભાવે છે.
“એક પૃથ્વીમાં પરસ્પર વિરુદ્ધ એવા અનેક ધર્મો સમાય છે. આકાશમાં પરસ્પર વિરુદ્ધ એવા અનેક ધર્મીઓ અને ધર્મો આધેયપણે સમાય છે, તેમ આપનામાં અસ્તિ, નાસ્તિ આદિની અપેક્ષાએ સર્વ વિશ્વ સમાય છે. તેથી આપનામાં અવિરુદ્ધ તથ વિરુદ્ધ કર્તુત્વ-અકર્તવ, ભકતૃત્વ-અભકતૃત્વ, અસ્તિત્વ–નાસ્તિત્વ આદિ અનંત ધર્મો વતે છે. તેથી આપ અનંતધર્મના સ્વામી છે; તેથી આપ વિશ્વપતિ અને જગજજીવન છે.
“જૈનધર્મના જીવન, સ્થાપક આપે છે. કલિયુગમાં સર્વદેશીય અને સર્વજાતીય મનુષ્ય આપની પ્રેમભક્તિથી હૃદયની શુદ્ધિ
For Private And Personal Use Only