________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
અધ્યાત્મ મહાવીર
આત્મસત્તાથી અભિન્ન જાણી તેમ જ સર્વ જીવોમાં મહાવીરને ધારી સર્વ જીને પૂજવા-માનવા અને સ્વાધિકારે શુદ્ધ પ્રેમરૂપ વીરના આદેશેએ વર્તવું—એ જ આત્મમહાવીરને સાક્ષાત્કાર કરવા ઉત્તમોત્તમ ઉપાય છે.
પ્રભુ મહાવીરનાં લગ્નની તૈયારી થવા લાગી છે. સર્વ પ્રકારની શક્તિઓનું સંગઠન કરાવનાર પ્રભુ મહાવીર ભારતાદિ દેશનો ઉદ્ધાર કરશે. શ્રીમતી યશોદા દેવીને લાખાવાર ઉત્તમ લગ્ન માટે ધન્યવાદ ઘટે છે. પ્રભુ ક્ષત્રિયકુલમાં જમ્યા છે. તેનું કારણ એ છે કે તેઓશ્રી આત્મિક ક્ષાત્રધર્મથી રાગાદિક શત્રુઓને, કુધારાઓને, દુષ્ટ રિવાજોને અને દુષ્ટ આચારને હણવાના છે.
ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, દેવ અને દેવીઓ તથા ઋષિઓ, બ્રાહ્મણે, રાજાઓ, ક્ષત્રિ, કૌટુંબિકે, વિ અને શુદ્રો અનેક દેશમાંથી, સ્થાનેમ થી ક્ષત્રિયકુંડ નગરમાં પધારવાનાં છે. તે સંબંધી આમન્ત્રણ પત્રિકાઓ નીકળી ચૂકી છે. માઘ સુદી વસંતપંચમીનું લગ્નનું મુહૂર્ત છે. નીતિથી પ્રજાનું પાલન કરનાર શ્રી સમરવિર રાજા અને તેમની પત્ની એટલે યશદાની માતા વિશ્વ
સ્ના અત્રે પધારવાના છે. જૈનાર્ય વેદના મથી લગ્નસંસ્કાર કરાવવામાં આવશે. ગૃહસ્થ ગુરુઓ વેદમનો પાઠ કરશે. લગ્નમંડપમાં અનેક પવિત્ર અને જ્ઞાની ઋષિઓનાં લગ્નાદિ સંસ્કારો પર વ્યાખ્યાનો થશે. શ્રી મહાવીર પ્રભુ લગ્નમંડપમાં સર્વ વિદ્વાનને સત્ય સુધારાઓને બોધ આપશે.
ઈન્દ્રાદિક દેવ તરફથી અનેક દિવ્ય ભેટjની વૃષ્ટિ થશે. ભારતાદિ સર્વ દેશોમાં મહાસુદી પંચમી પર્વ તરીકે પ્રસિદ્ધ થશે. જૈનોમાં વસંતપંચમી મહોત્સવ સદાને માટે પ્રસિદ્ધ થશે. આર્યલેકે સર્વત્ર સર્વ દેશમાં વસંતપંચમીને પર્વ તરીકે જાહેર કરશે.
શ્રીમતી યશોદા દેવી લગ્ન મંડપમાં દેવ, દેવીઓ અને
For Private And Personal Use Only