________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૭૩
કરી શકતું નથી. શુદ્ધાત્મ મહાવીરને જેઓ પોતાના હૃદયમાં અને સર્વ જીના હૃદયમાં દેખે છે અને પ્રભુ મહાવીરમાં મન ધારીને વિશ્વમાં સર્વ કર્મો કરે છે તેઓ શ્રીવીરપદને પામે છે અને સર્વ કર્મોના સમૂહમાં નિલેપ રહે છે.
પૂર્વભવના ભેગાવલી કર્મના ઉદયથી શ્રી મહાવીર પ્રભુ પરણવાના છે. તેમને આશ્રવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે. તેમની નિલેષ પરિણતિ છે. તેઓ ભેગી છતાં યેગી છે અને કર્તા છતાં અકર્તા છે. તેમની સર્વ બાબતે લોકેત્તર છે. તેમને પ્રેમ લત્તર, દિવ્ય અને શુદ્ધ છે. તેમની અલૌકિક બંધુતા છે. તેઓ હજારે, લાખો ગરીબેને દરરોજ દાન આપે છે. તેમણે તેમના નિર્ધન મિત્રોને કુબેરભંડારી જેવા કરી મૂક્યા છે.
તેઓ પોતાના પર પ્રેમ ધારણ કરનારાઓને ઉદ્ધાર કરે છે. દરેક આત્માને તેઓ સ્વતંત્ર કરે છે. વિશ્વમાં સમાન રાજતંત્રની વ્યવસ્થાને તેઓ પ્રેરે છે. રાજાને અને રંકને વિશ્વમાં જીવવાને સમાન હક છે એમ તેઓ પ્રબોધે છે. તેને સત્ય સારાંશ તેઓએ જૈનધર્મમાં જણાવ્યું છે. અસલ વેદોમાં જૈનધર્મનાં તો હતાં. પશ્ચાત્ અસત્યની મિશ્રતા થઈ, તેથી વિશ્વની અવનતિ થઈ. તે જણાવીને તેમણે સ્વવચનોરૂપ કૃતિઓને પ્રકાશ કરવા માંડ્યો છે. સકલ વિશ્વ તેમની આગળ એક બિન્દુ સમાન છે. એટલે બધે તેમના જ્ઞાનાદિનો મહિમા છે.
“તેમના પર પ્રેમભક્તિ એ જ તેમને પામવાને ઉપાય છે. તેમની પ્રેમભક્તિથી હૃદયની શુદ્ધિ થતાં હૃદયમાં કેવળજ્ઞાન પ્રગટે છે. પ્રભુ મહાવીરની ઈચ્છા તે જ પિતાની ઈચ્છા–એમ માનીને પ્રવર્તતું એ જે શુદ્ધાત્મવીરની ભક્તિ છે. પ્રભુની ઈચ્છા એ જ ગમે તેવી સ્થિતિમાં પોતાની ઉન્નતિ કરનાર છે–એમ જાણી અન્તરમાં આદેશ ઝીલવા અને શ્રી મહાવીર પ્રભુને પોતાની
૧૮
For Private And Personal Use Only