________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ર
અધ્યાત્મ મહાવીર તેમની સાથે સર્વ જીવોને સંગ્રહસતાએ એકાત્મભાવ છે.
“લાખો શાસ્ત્રો, કરોડ ગ્રન્થ ભણીગણીને પણ વિદ્વાને પરબ્રહ્મ શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ પ્રેમ ધાર્યા વિના મુક્તિપદ. પામતા નથી અને પામશે નહીં. શ્રી મહાવીર પ્રભુ જ સકલ અનંત વિશ્વના ધણી છે. તે જ અનંત નામે અને અનંત રૂપે, અનંત દ્રવ્ય–ભાવે, અનેક નાની અપેક્ષાએ સર્વ વિશ્વમાં એક પરબ્રહ્મ તરીકે સર્વ જીવો વડે પૂજાય છે, જપાય છે. માટે શ્રી. મહાવીર પ્રભુને સાક્ષાત્ પામ્યા પછી કંઈ બાકી રહેતું નથી. જેના હૃદયમાં પ્રભુ શ્રી મહાવીર છે, તેનાથી પાપકર્મ કડો ગાઉ દૂર રહે છે.
અગ્નિને જેમ ઊધઈ લાગતી નથી, તેમ શ્રી મહાવીરરૂપ પરમ અગ્નિને જે ભક્તોએ હૃદયમાં ધારણ કરી છે તેઓને પાપકર્મ લાગતાં નથી. પરબ્રહ્મ શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ પ્રેમ ધારણ કરવાથી સર્વ જીવોમાં મહાવીર સત્તાએ અનુભવાય છે અને તેથી રજોગુણાદિ પ્રકૃતિને ક્ષય થાય છે. શ્રી મહાવીર પ્રભુને દેવ તરીકે નિર્ધાયાથી પુરુષમાં પત્નીવ્રત અને સ્ત્રીઓમાં પતિવ્રતાધર્મ પૂર્ણપણે પ્રગટે છે.”
નંદિવર્ધનઃ “શ્રીમતી યશદાદેવી અને શ્રીમતી સત્યરૂપ ! તમારા બન્નેના પ્રેમલગ્ન, સ્ત્રીકર્તવ્ય, શ્રી મહાવીર પ્રભુની ભક્તિ વગેરે સંબંધી વિચારો શ્રવણ કરી પરમાહલાદ પ્રગટ છે. જ્ઞાતકુલમાં તમારા જેવી સ્ત્રીઓ છે તેથી હવે વિશ્વ-તીર્થને ઉદ્ધાર નજીકમાં શ્રી મહાવીર પ્રભુ કરશે જ.
શ્રી મહાવીર પ્રભુના સમાગમમાં જેઓ આવે છે તેઓના આત્માઓ શ્રી મહાવીર પ્રભુની સાથે એકલીનતાએ ચિંટી રહે છે અને શ્રી મહાવીર પ્રભુથી ભિન્ન થઈ શક્તા નથી. પ્રેમથી પ્રભુ મળે છે. શુદ્ધ પ્રેમ વિના શુદ્ધાત્મ મહાવીર પરબ્રહ્મની કેઈ ઝાંખી.
For Private And Personal Use Only