________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિવ્રત્ય ધર્મ
૨૭૧
બ્રાહ્માણીનાં, ક્ષત્રિયાણીનાં, વૈશ્યાણનાં અને શુક્રાણુનાં ગુણકર્મોના અનુસાર સ્વાધિકારે વર્તવું અને અન્તરમાં શુદ્ધાત્મ મહાવીર પરબ્રહ્મનું મનન, સ્મરણ અને જાપ કરે, એ જ સ્ત્રીઓનું પરમ કર્તવ્ય છે. જેમ જેમ સ્ત્રીવર્ગ સત્સમાગમ કરે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ તેમ સમાજની ઉન્નતિમાં તે પિતાને આત્મભેગ આપવા સમર્થ થાય છે.
“બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ઉપાધિભેદે આત્માના ત્રણ પ્રકાર છે. તેનું સ્વરૂપ શ્રી મહાવીર પ્રભુએ સમજાવ્યું છે. અન્તરાત્મા મહાવીર પ્રભુને ભજતાં, સેવતાં અને તેમના પર પૂર્ણ પ્રેમથી લયલીન થતાં સર્વ પ્રકારના ગુણે સહેજે પ્રગટે છે. પ્રભુ મહાવીરનું ભજન-સ્મરણ કરતાં આખી દુનિયાને અને અનન્ત જગતને ઉદ્ધાર થાય છે અને ભવિષ્યમાં થશે.
“શ્રી મહાવીર પ્રભુને મનુષ્ય જે જે પરિણામે ભજે છે તે તે રૂપે તેમને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા જેની છે તે એ જ ભવમાં જીવન્મુક્ત બને છે. શ્રી યશોદા ! તમને ધન્ય છે. તમારા આત્માને અનંતીવાર ધન્ય છે, કે જેથી તમારા પર શ્રી મહાવીર પ્રભુને પત્ની પ્રેમ પ્રગટ્યો છે. તમે વિશ્વમાં શ્રી મહાવીરના પત્ની તરીકે અનંતકાલ સુધી પ્રસિદ્ધ રહેશે અને અમે પણ શ્રી મહાવીર પ્રભુની ભક્તાણ તરીકે પ્રસિદ્ધ થઈશું.
“પૂર્ણ પ્રેમના આધારભૂત શ્રી મહાવીર દેવ છે. તેઓ સ્ત્રીવર્ગનો પરિપૂર્ણ ઉદ્ધાર કરવાના છે. તેઓ પુરુષ અને સ્ત્રીઓના આત્માઓની સમાનતા જણાવવાના છે અને કલિયુગમાં સ્ત્રીવર્ગની સવ દેશમાં સર્વ પ્રકારે ઉન્નતિ કરવાને તીર્થોદ્ધાર કરવાના છે.
“શ્રી મહાવીર પ્રભુને મન-વાણી-કાયાનું સમર્પણ કરીને અને તેમના પર પૂર્ણ શ્રદ્ધા મૂકીને જે ભક્તો વર્તે છે તેઓ કલિયુગમાં પણ જીવન્મુક્તનું પદ પ્રાપ્ત કરશે. પ્રભુ મહાવીર જ પરબ્રહ્મ છે,
For Private And Personal Use Only