________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૭૫
મનુષ્યની સમક્ષ, સર્વ સ્ત્રીવર્ગની સમક્ષ સ્ત્રીકર્તવ્ય, સ્ત્રીવર્ગની ઉન્નતિનું રહસ્ય જણાવશે. તેના રહસ્યથી ભવિષ્યમાં સ્ત્રી ગીતા પ્રસિદ્ધ થશે.
“સત્ય પ્રેમરસમય મનુષ્યજીવન સુખરૂપ છે. સ્વાર્થી, લંપટ, પ્રપંચી, વિશ્વાસઘાતી, પ્રેમશૂન્ય, કઠોર મનુષ્યોનાં જીવન એ ખરેખર રાક્ષસી જીવન છે. માનુષી પ્રેમ અને દિવ્ય પ્રેમમાં નીતિમય દંપતીજીવન, મિત્રજીવન, શિષ્ય અને ભક્ત જીવન ઉત્તરોત્તર શુદ્ધ થતું જાય છે. સત્ય પ્રેમ વિના જીવન નકામું છે. આની ઉન્નતિમાં શુદ્ધ અને સત્ય પ્રેમ મુખ્ય હેતુ છે. તેથી સર્વ પ્રકારના ધર્મો જીવે છે એમ શ્રી વીરે પ્રકાર્યું છે. પ્રેમભક્તિથી વિશ્વમાં, દેશમાં, અને પિતાનામાં સત્તામાં એકત્વ દેખવા માટે મનુષ્યએ મહાવીરના શરણે જવું જોઈએ.
“હવે શ્રી યશોદા તથા પ્રભુવીરને લગ્નમહોત્સવ જેવાને લહાવે અલ્પ દિવસમાં મળનાર છે.”
બૃહસ્પતિઃ “યાજ્ઞવક્ય! તમને પ્રણામ છે. ક્ષત્રિયકુંડ નગરથી આજ અહીં આવવાનું થયું. પ્રભુ મહાવીરનાં યશોદાની સાથે લગ્ન થયાં.”
યાજ્ઞવક્યઃ “બ્રહસ્પતિ! તમને નમસ્કાર છે. ત્રિવિષ્ટપ પર્વતામાંની પ્રકાશગુફામાં આપના આવાગમનથી મને અત્યાનંદ થ છે. પરમાત્મા, શુદ્ધ, બુદ્ધ, મહાવીર પ્રભુનાં લગ્ન થયાં. તત્સંબંધી વૃત્તાંત સંક્ષેપમાં જણાવશે.”
બ્રહસ્પતિ “ક્ષત્રિયકુંડ નગરમાં શ્રી સમરવીર રાજાની પુત્રી શ્રીમતી યશોદા દેવી સાથે પરમાત્મા, પરબ્રહા, અનંતગુણધર્માધાર શ્રી મહાવીર પ્રભુનાં માઘ સુદિ પંચમીની રાત્રે મહત્સવ પૂર્વક લગ્ન થયાં. તે પ્રસંગે ઈદ્રો-ઈન્દ્રાણીઓ, દેવ-દેવીઓ, અસુરે
For Private And Personal Use Only