________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
અધ્યાત્મ મહાવીર નથી, ત્યાં વીર પ્રભુને સાક્ષાત્કાર પણ નથી. શ્રી મહાવીર પ્રભુને પ્રેમથી ઉપાસવાથી તેમને સર્વત્ર સાકારભાવે અવેલેકી શકાય છે અને વિશુદ્ધ પ્રેમપૂર્વક જ્ઞાનભાવે નિરાકારપણે પણ અનુભવી શકાય છે. - “શ્રી મહાવીર પ્રભુને વિશ્વમાં વ્યાપક ભાવસત્તાએ અનુભવવાથી સર્વ જીવોની સત્તાને ઐક્યભાવ અનુભવાય છે. આ અનુભવ એ જ અદ્વૈતસત્તાપ્રેમરૂપ વીરનો સાક્ષાત્કાર છે એમ જાણવું.
અનંત અને વિશુદ્ધ આત્મપ્રેમમાં સર્વ પ્રેમને વિલય. થાય છે. તેથી નામરૂપને મેહ ટળે છે અને ભક્તિગની સિદ્ધિ થાય છે. જે પ્રેમથી સર્વસ્વનું અર્પણ કરાય છે અને મન–વાણું-- કાયામાં અહં–મમત્વભાવ રહેતા નથી તે સ્વાર્પણ પ્રેમ જાણવો. મર્યાદિત પ્રેમથી મર્યાદાયુક્ત દષ્ટિ બંધાય છે અને અમર્યાદિત પ્રેમથી સર્વ પ્રકારના અગ્ય ભેદે અને રૂઢિનું ઉલ્લંઘન થાય છે. વ્યાપક દષ્ટિએ તથા વિરાટરૂપે વરપ્રભુના ધર્મને અનેક નએ અનુભવ થાય છે.
માટીને મેળવીને તેને ઘડો કરાય છે. રેતીને મેળવીને સંસ્કાર આપવાથી કાચ કરી શકાય છે, અને તેનાં ચશમાં પણ બનાવી શકાય છે. સામાન્ય માટી-રેતીને કેળવીને ઠેઠ ચશ્માના કાચ સુધીનું પર્યાય રૂપ જેમ કરી શકાય છે, તેમ પ્રેમને કેળવી તેનું જેટલું શુદ્ધ રૂપ કરી શકાય છે તેટલો તે આત્મરૂપ શ્રી મહાવીરના દર્શનને સાક્ષાત્કાર કરવા ઉપગી થાય છે. માટે પ્રેમને સત્ય, વ્યાપક દિવ્ય અને વિશુદ્ધરૂપે કેળવવારૂપ ભક્તિ છે. તેથી શાસ્ત્રજ્ઞાનથી પેલી પાર રહેલા આત્મવીરજ્ઞાનાનુભવનો સાક્ષાત્કાર થાય છે, એમ શ્રી મહાવીર પ્રભુના બધથી મને તથા સત્યરૂપાને અનુભવ થયેલ છે. પ્રેમથી સર્વ પ્રકારની દષદષ્ટિઓને વિલય થાય છે અને સર્વ જીવ આત્મભાવે અનુભવાય છે. તેનું નામ દર્શન, જ્ઞાન અને ચારિત્ર જાણવું.
For Private And Personal Use Only