________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
૨૫૩
શ્રી યશોદાના હદયમાં શ્રી મહાવીર પ્રભુ અને શ્રી મહાવીર પ્રભુના હૃદયમાં યશેદા સાક્ષાત્ પરિણમેલાં છે. શ્રી મહાવીર પ્રભુને યશોદાએ અસંખ્ય આત્મપ્રદેશમાં ચેલમછઠ રંગ પેઠે ધારણ કર્યા છે. તેથી આત્મિકભાવે બન્નેનાં લગ્ન થઈ ગયેલાં છે. આત્માએ એ લગ્નને શુદ્ધ પ્રેમથી નિર્ધારિત કરેલ છે. શુદ્ધાત્મલગ્નની સાથે.
વ્યાવહારિક કાયેલગ્ન પણ પૂર્વભવના સંસ્કારગે આ ભવમાં હવે. થશે, એ નિશ્ચય છે.
“જ્યાં આત્મિક લગ્ન છે ત્યાં વિશુદ્ધ પ્રેમના બળગે કાયામાં પણ તેનું પરિણમન થવાથી કાયલગ્નની લગ્નતા અનુભવાય છે. શુદ્ધ પ્રેમયેગે જ્યાં આત્મિક લગ્ન છે ત્યાં કાયાદિનું સહેજે અર્પણ થાય છે અને ત્યાં આત્મપ્રભુતાને તથા આત્માનન્દને રસાસ્વાદ અનુભવાય છે.
“જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં સર્વ જાતના શુદ્ધ સંબંધ ઘટે છે તેથી આત્માના આન્તરપ્રદેશમાં ઊંડા ઊતરાય છે અને ત્યાં વીર પ્રભુને સાક્ષાત્કાર–અપરોક્ષાનુભવ થાય છે, એમ શ્રી મહાવીર પ્રભુએ અમને પ્રેમગનું રહસ્ય સમજાવ્યું છે. સત્ય પ્રેમથી ભકિત પ્રગટે છે. ભકિતથી શબ્દશાસ્ત્રના જ્ઞાન દ્વારા આત્મપરિણમનરૂપ આત્મજ્ઞાનાનુભવ થાય છે અને ત્યારબાદ આત્મરૂપ, મહાવીરની દશાને અનુભવ થાય છે.
“આત્મરૂપ મહાવીરનો પ્રેમ આત્મચેતનારૂપ યદામાં મન, વાણી અને કાયા વડે આન્તર તથા બાહ્યમાં ઓતપ્રેત પરિણમે છે. માટે દ્રવ્યથી તથા ભાવથી તેમનાં બાહ્યાન્તર લગ્ન અનુભવસિદ્ધ થયેલા છે. આત્મરૂપ મહાવીર પર પૂર્ણ રાગ વિનાને ફક્ત કાયિક પ્રેમ હોય તો તે ક્ષણિક અને સ્થાથી ગણાય. માટે શુદ્ધાત્મ મહાવીરમય સર્વ પ્રેમની મહત્તા અને ઉપચાગિતા અનુભવીને અને તદ્રુપે પરિણમીને લગ્ન કરવાની જરૂર છે, એમ અમને સમજાયું છે.
For Private And Personal Use Only