________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫. પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
નંદિવર્ધને કહ્યું: “મહાવીર વર્ધમાન ! તમારી પચીસ વર્ષની ઉમર થઈ છે. હવે તમે પરણવા ચોગ્ય થયા છે. માતા ત્રિશલા અને તીર્થરૂપ સિદ્ધાર્થ રાજેન્દ્ર પણ તમને પરણાવવા માટે વિચાર કરે છે. સત્યરૂપાને પણ આગ્રહ છે. મારો પણ આગ્રહ છે. અનેક રાજકન્યાઓને તમે દેખી છે. તમારા પરિચયમાં અનેક રાજકન્યાઓ આવી છે. તમે અવધિજ્ઞાની છે, શ્રુતજ્ઞાની છે અને મતિજ્ઞાની છે. તેથી એગ્ય કન્યાને પસંદ કરે.”
મિત્રોએ પણ આગ્રહ કરતાં કહ્યું : “પ્રભુ મહાવીર દેવને અમારી પણ પરણવા માટે પ્રાર્થના છે. શ્રી સમરવીર રાજાની કન્યા યશોદાની માગણી આવી છે. પ્રભુ હાલમાં પૃથ્વી પરિક્રમણ કરી પધાર્યા હતા. તે સમયે તેના પિતાની સાથે તે આવી હતી. પ્રભુને યશોદાની સાથે પરિચય થતાં બન્નેમાં પૂર્વભવને પ્રેમ જાગ્રત થયો હતો. તેથી શ્રી વીરની યશોદા સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય તેમ લાગે છે. તેમણે યશોદાને પ્રેમનું સ્વરૂપ સમજાવ્યું હતું. યશોદાને આત્મા પણ સંસ્કારી હતું. તેણીએ શ્રી વીર પ્રભુએ કહેલ પ્રેમગનું રહસ્ય સમજીને તે વિચારોની પ્રેમયોગગીતા બનાવી છે અને તેમાં શ્રી મહાવીરની સાથે તેણીએ પિતાને પ્રેમ જોડેલો જણાવ્યો છે. શ્રી મહાવીર પ્રભુ પણ તેનાં ગુણકર્મોથી પ્રસન્ન થયા હતા.
પતિવ્રતાના સંપૂર્ણ ગુણે શ્રી યશેરામાં દેખાયા હતા.
For Private And Personal Use Only