________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
અધ્યાત્મ મહાવીર તે સિવાય શ્રી કષભદેવ ભગવાનથી માંડીને શ્રી પાર્શ્વનાથ સુધીના તીર્થકરોનાં ચરિત્રો પ્રસિદ્ધ કર્યા.
પાતાલ દેશમાં શ્રી નેમિનાથની જાતિની પ્રજા વસી હતી. તેને જૈનધર્મનું મહત્ત્વ સમજાવ્યું.
કાશ્યપવંશના રાજાઓ, કે જેઓના વંશજો બહુલી દેશની પેલી તરફના પશ્ચિમ દેશમાં જઈ વસ્યા છે, તેઓને શ્રી મહાવીર પ્રભુએ બ્રાહ્મી તથા હિબ્રૂ લિપિનું જ્ઞાન આપ્યું તથા આત્મારૂપ વીરને તેની આગળ સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્ર વગેરેના પ્રતીકરૂપની અપેક્ષાએ–ઉપચારે વર્ણવી બતાવ્યા.
કાશમીર તરફ હવે ખૂબ બરફ પડવા માંડ્યો છે. પહેલાં તે પ્રદેશ તરફ બરફ પડત નહે. તેમના લેકેને બ્રાહ્મી લિપિમાં જૈનશાનો ઉતારે કરવાનો આદેશ આપે.
ભારતના દક્ષિણ ભાગમાંના પ્રદેશોમાં જૈન લેકે શ્રી પાર્શ્વનાથની પૂર્વે વસતા હતા. તેઓમાં મહાવીર પ્રભુના ગમનથી પૂર્ણાનન્દ પ્રગટ. શ્રી મહાવીર પ્રભુએ સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ કરીને શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની મહત્તાનું ખ્યાપન કરી તથા ચેરાસી હજાર વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રને કેટલેક ભાગ સમુદ્રમાં જલપ્રલયથી ડૂબી ગયે હતો તેની માહિતી આપી હતી. નાનામોટા જલપ્રલ થયા તેથી લંકાની બાજુને સ્થળપ્રદેશ સાગરમાં ડૂબી ગયા તેની સમજણ આપી હતી.
શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી ચતુર્દશ સ્વપ્નની રહસ્યવિદ્યા અને સ્વસ્તિકવિદ્યા ચાલતી આવતી હતી. તે સિવાય નક્ષત્ર-ગ્રહોના નામે જે અધ્યાત્મજ્ઞાનની વિદ્યા ચાલતી આવતી હતી તેનું સંપૂર્ણ રહસ્ય સમજાવ્યું. સંપૂર્ણ મતિજ્ઞાની, કૃતજ્ઞાની અને અવધિજ્ઞાની શ્રી મહાવીર પ્રભુ ખરેખર તીર્થકર છે.
For Private And Personal Use Only